Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ, દિવ્યાંગ બાળકોને કર્યા પ્રોત્સાહિત

દિવ્યાંગોના સશક્તિકરણ માટે 'વોકલ ફોર લોકલ' ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત દીવડાઓનું વેચાણ સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દીવડાનું વેચાણ મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય દિવ્યાંગોની મહેનતને સહયોગ આપવા અનુરોધ દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ચુક્યો છે...
surat   ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ  દિવ્યાંગ બાળકોને કર્યા પ્રોત્સાહિત

દિવ્યાંગોના સશક્તિકરણ માટે 'વોકલ ફોર લોકલ'
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ
દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત દીવડાઓનું વેચાણ
સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દીવડાનું વેચાણ
મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય
દિવ્યાંગોની મહેનતને સહયોગ આપવા અનુરોધ

Advertisement

દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને આગળ ધપાવતાં અનોખી પહેલ કરી છે. હર્ષભાઇ સંઘવીએ સુરતમાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવડાઓના વેચાણ માટે પોતાનો સહયોગ આપ્યો છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા હર્ષભાઇ સંઘવીના કાર્યાલયની બહાર દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવડાઓનું વેચાણ કરાઇ રહ્યું છે. હર્ષભાઇના પત્ની અને પુત્રી પણ આ કલાત્મક દીવડા ખરીદવા પહોંચ્યા હતા.

Advertisement

વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની પહેલ

વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા સુરતમાં અનોખું આયોજન કરાયું છે. સુરતના દિવ્યાંગ બાળકો અદભૂત કહી શકાય તેવા કલાત્મક દીવડાઓ બનાવે છે. આ દીવડાઓનું વેચાણ થઇ શકે અને લોકો આ દીવડા ખરીદી શકે તે માટે હર્ષભાઇએ સિટીલાઇટ વિસ્તારમાં આવેલા પોતાના કાર્યાલયની બહાર ખાસ વ્યવસ્થા ઉભી કરી છે.

Advertisement

હર્ષભાઇના પત્ની પણ પુત્રી સાથે પહોંચ્યા

હર્ષભાઇના કાર્યાલય બહાર દિવ્યાંગજનો દ્વારા બનાવાયેલા દીવાનું વેચાણ કરાઈ રહ્યું છે. અહીં કલાત્મક દીવડા ખરીદવા માટે હર્ષભાઇના પત્ની પણ પુત્રી સાથે પહોંચ્યા હતા અને તેમણે દીવડાની ખરીદી કરી હતી. દિવ્યાંગજનોને હર્ષભાઇની પત્ની દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હર્ષભાઇના ઘરે આ જ કલાત્મક દીવડામાં દીવા પ્રગટાવાશે.

દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી

દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા આ દીવાઓના વેચાણથી થતી આવક દિવ્યાંગજનો માટે વાપરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રીના જ જનસંપર્ક કાયૉલય પર આ સ્ટોલ લગાવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પર દીવાઓનું જ વિશેષ મહત્વ હોય છે અને તેથી તેમને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રયાસ કરાયો છે. આ સ્ટોલમાંથી વધુમાં વધુ દીવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે.

આ પણ વાંચો----તહેવારોમાં વતન જતાં મુસાફરોને મંત્રીનો અનુરોધ, હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

Tags :
Advertisement

.