Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું આ રીતે ભણશે GUJARAT? શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની કડવી વાસ્તવિકતા!

GUJARAT: ગુજરાત ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યમાં આવે છે. અહીં ધોરણ એકથી આઠ સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ પણ યોજવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન વાસ્તવિકતા થોડી ચોકાવનારી છે. ખાસ કરીને વાત કરવામાં આવે...
શું આ રીતે ભણશે gujarat  શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની કડવી વાસ્તવિકતા

GUJARAT: ગુજરાત ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યમાં આવે છે. અહીં ધોરણ એકથી આઠ સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ પણ યોજવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન વાસ્તવિકતા થોડી ચોકાવનારી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, 20 વર્ષમાં સરકારી શાળાઓમાં નામાંકન દર 100 ટકાનો રહ્યો છે. પરંતુ સત્ય શું છે? આ એક મોટો સવાલ છે. વિગતે વાત કરવામાં આવે તો શાળા પ્રવેશોત્સવ વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવી છે. 20 વર્ષમાં નામાંકન દર 100 ટકા હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

રાજ્યની 341 સરકારી શાળામાં માત્ર એક વર્ગખંડ

આંકડાની વાત કરવામાં આવે તો અત્યારે 341 સરકારી શાળામાં માત્ર એક વર્ગખંડ છે. તો ત્યા બાળકોના શિક્ષણ માટે જવાબદાર કોણ? આખરે વર્ગખંડ વગર બાળકો કઈ રીતે અભ્યાસ કરશે? વધુમાં વાત કરવામાં આવે તો, 1600થી વધુ શાળાઓ તો માત્ર 1 જ શિક્ષકના સહારે ચાલી રહીં છે. શું એક શિક્ષકના સહારે આખી શાળા ચાલી શકે ખરી? આ તો જાણે બાળકો સાથે મજાક ચાલી રહીં હોય તેવું લાગી રહ્યું છે. વિકાસના માત્ર પોકળ વાયદા થતા હોય એવું લાગે છે. 21, 729 પ્રાથમિક શાળાઓ તો એવી છે જ્યા શિક્ષકોની ઘટ છે. આખરે શિક્ષકો વિના બાળકો ભણશે કઈ રીતે?

નવી મંજૂર થતી શાળાઓમાં 90 ટકા શાળાઓ ખાનગી

ગુજરાતમાં નવી ઘણી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સત્ય હકીકત એવી છે કે, આમાં સરકારી શાળાઓનો આંકડો સાવ નહીવત છે. કારણ કે, નવી મંજૂર થતી શાળાઓમાં 90 ટકા શાળાઓ તો ખાનગી છે. તેનો મતલબ કે, સરકારી શાળાઓ કરતા ખાનગી શાળાઓને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સાથે 5000 પ્રાથમિક શાળાઓ તો એવી છે જ્યા બાળકોને રમવા માટે મેદાન જ નથી. આ સાથે પ્રાથમિક શાળાઓમાં 9153 વર્ગખંડની ઘટ છે. એકબાજૂ વર્ગખંડની ઘટ, શિક્ષકોની ઘટ અને ખાસ તો શાળાઓની પણ ઘટ! તો બાળકોનું ભવિષ્ય આખરે કોના હાથમાં છે? હજારો શિક્ષકોની ઘટ હોવા છતાં ભરતી કેમ કરવામાં નથી આવતી?

Advertisement

3 વર્ષમાં 600 પ્રાથમિક શાળાઓ મર્જ કરી દેવાઈ

નોંધનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં 151 સરકારી શાળાઓ બંધ થઈ છે. વધુમાં વાત કરવામાં આવે તો, 3 વર્ષમાં 600 પ્રાથમિક શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે. મતલબ એવો છે કે, સરકારી શાળાઓ હવે એકદમ ઘટવા લાગી છે. એટલું જ નહીં પરંતુ SCનો પ્રતિબંધ છતાં 161 શાળા બહુમાળી ઈમારતમાં બનાવવામાં આવી છે. મતલબ કે, સુપ્રીમ કોર્ટના આદેશને પણ નકારી કાઢવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં 21,729 શિક્ષકોની ઘટ

શિક્ષકોના ઘટની વાત કરવામાં આવે તો, રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં 21,729 શિક્ષકોની ઘટ, માધ્યમિક શાળાઓમાં 809 શિક્ષકોની ઘટ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1125 શિક્ષકની ઘટ જોવા મળી રહીં છે. જિલ્લાઓ પ્રમાણે શિક્ષકોની ઘટની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં 1510 શિક્ષકોની ઘટ છે, દાહોદ જિલ્લામાં 1179 શિક્ષકની ઘટ જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં પણ 1028 શિક્ષકની ઘટ છે. જ્યારે મહિસાગર જિલ્લામાં પણ એવું જ જોવા મળ્યું છે અહીં પણ 812 શિક્ષકની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજકોટની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં 725 શિક્ષકની ઘટ છે. આટલા શિક્ષકોની ઘટ હોવા છતાં પણ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.આખરે શા માટે?

Advertisement

આ પણ વાંચો: Gujarat First Reality Check: 100 બાળકો સામે માત્ર એક જ વર્ગખંડ! લીમડાના સહારે ભણવા વિદ્યાર્થીઓ મજબૂર

આ પણ વાંચો: Ahmedabad: ‘પાણી તો દુબઈ અને અમેરિકામાં પણ…’ Pre-Monsoon કામગીરીમાં તંત્ર નિષ્ફળ કે, માત્ર લૂલો બચાવ?

આ પણ વાંચો: Rajpipla: ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ, ખેડૂતો પોલીસને કરી જાણ

Tags :
Advertisement

.