Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય
Arvind Ladani: વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82,017 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 51,001 મત મળ્યાં છે. નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત થઈ છે.
ભાજપની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, કેટલાક ખાસ પરિબળોને કારણે આ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે.
પેટા વિધાનસભા ચૂંટણીમાં સી.જે ચાવડાની જીત થઈ
વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી.જે ચાવડાની જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા બેઠક પર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. ખાસ વિગતે વાત કરવામાં આવે તો, સી.જે ચાવડાની 54 હજાર મતો સાથે જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, સી.જે.ચાવડા વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાદ અહીંથી તેમને ટિકિટ આપવામાં આવી હતી.
વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું
આ ચૂંટણી થવા પાછળના કારણની વાત કરવામાં આવે તો માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.