Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે Good News

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ રાજ્ય તેમજ દેશની આતંરિક સુરક્ષા વ્યવસ્થા માં પોલીસની ભૂમિકા મહત્વની હોય છે.. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ...
રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે good news

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

Advertisement

રાજ્ય તેમજ દેશની આતંરિક સુરક્ષા વ્યવસ્થા માં પોલીસની ભૂમિકા મહત્વની હોય છે.. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી.

જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી. પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી. વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી. તોફાનો વખતે જાહેર મિલકતોને નુકશાન થતું હોય છે. ત્યારે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવી. 2009માં સુપ્રિમકોર્ટ દ્વારા આ અંગે અપાયેલા નિર્દેશોનું પાલન કરવું. સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Advertisement

આજે હાઈકોર્ટે શું કહ્યું
ગુજરાત હાઇકોર્ટમાં ગત 10 એપ્રિલના રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે વર્તમાનમાં રાજ્ય સરકારને ઉપરોક્ત કાર્યને લઈને જવાબ રજૂ કરવા 28 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.આજની સુનવણીમાં રાજ્ય સરકાર દ્વારા ફાઈલ કરાયેલ એફિડેવિટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો

રાજ્યમાં ચાલુ વર્ષે કેટલી ભરતી થશે
રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે. જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.

Advertisement

ઉપરાંત રાજ્યમાં રેલી, સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા છે. રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામુ પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવા હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. આગામી 21 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં વેચાતુ હતું 100 રૂપિયામાં ઘરના ઘરનું સ્વપ્ન!, વાંચો આ અહેવાલમાં..

Tags :
Advertisement

.