GONDAL : ઘોઘાવદર રોડ પર બંધ ટ્રેક્ટર પાછળ ત્રીપલ સવારી બાઈક ઘૂસી જતા બે ના મોત
અહેવાલ - વિશ્વાસ ભોજાણી અકસ્માત માટે કુખ્યાત ગોંડલ ઘોઘાવદર રોડ પર અવારનવાર અકસ્માતોની વણઝાર સર્જાતી રહેતી હોય છે, ત્યારે રવિવારના સાંજના સમારે ત્રીપલ સવારી બાઈક બંધ ટ્રેક્ટર પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં બે શ્રમિક યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાપ્ત...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
અકસ્માત માટે કુખ્યાત ગોંડલ ઘોઘાવદર રોડ પર અવારનવાર અકસ્માતોની વણઝાર સર્જાતી રહેતી હોય છે, ત્યારે રવિવારના સાંજના સમારે ત્રીપલ સવારી બાઈક બંધ ટ્રેક્ટર પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં બે શ્રમિક યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સાંઢવાયા ગામે સિમ વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ઘર ગુજરાન ચલાવતા શ્રમિક યુવાનો GJ 23 Q 4221 બાઈક ઉપર ત્રીપલ સવારી કરી ગોંડલ થી સાંઢવાયા જઈ રહ્યા હતા. ત્યારે HP ના પેટ્રોલપંપ પાસે બંધ પડેલા ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં સાંઢવાયા સિમ વિસ્તારમાં કામ કરતા ભીખાભાઇ પારસિંગભાઈ બામણિયા, વિમલભાઈ ભીખાભાઇ બામણિયાના કરૂણ મોત નિપજ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ સરકારી દવાખાના ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના યુવાન જયભાઈ માધડનો જન્મદિવસ હોય તેઓને ઘટનાની જાણ થતા જન્મદિવસની ઉજવણી ની જગ્યાએ તેઓ અકસ્માતમાં ઘાયલ યુવાનોની સારવાર માટે દોડી ગયા હતા અને યુવાનોના મૃતદેહ પીએમ રૂમ પર ખસેડ્યા હતા.
Advertisement