Gondal: કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં 51 ફૂટના રાવણના પૂતળાનું દહન
અહેવાલ - વિશ્વાસ ભોજાણી ,ગોંડલ
ગોંડલમાં વિજયાદશમીના રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રાવણ દહનનું અયોજન કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે 51 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું.કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.નાના બાળકો થી લઈ મોટી ઉમરના લોકો રાવણદહન જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મહંત ધનશ્યામદાસ મહારાજ (રાજપીપળા) આનંદ સ્વામી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા,નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વા.ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા,ઉપપ્રમુખ ના પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડીયા,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા,જીગરભાઈ સાટોડીયા,ટીનુભા ઝાલા,શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા,બ્રિજરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મુકેશભાઈ ભાલાળા,જિલ્લા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી,જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાજાણી,મહામંત્રી યોગેન્દ્રભાઈ જોશી,બજરંગ દળ ના પ્રમુખ મિલનભાઈ ડાભી,સાગરભાઈ કાચા,રવિભાઈ રામાણી, પાર્થભાઈ પરમાર,હિતેશભાઈ શીંગાળા,નિર્મળસિંહ ઝાલા,પ્રતિકભાઈ રાઠોડ,રમેશભાઈ મેહતા સહિતના કાર્યકરો દ્વાર જહેમત ઉઠાવામાં આવી હતી.
આ પણ વાંચો – Dabhoi: દર્ભાવતી નગરીમાં દશેરાના મહાપર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ