Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

Gondal: ગોંડલ (Gondal) નજીક આવેલ સડક પીપળિયા ગામે ભાડેથી ઓફિસ અને ગોડાઉન લઈ પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી હતી. પેઢી શરૂ કરીને સ્ટીલ અને સિમેન્ટનો વેપાર શરૂ કર્યો હતો. શાપર-વેરાવળના લોખંડના વેપારી સહિત જુદા જુદા 8 વેપારીઓ સાથે સબંધો...
gondal  એક બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી  રૂપિયા 18 84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

Gondal: ગોંડલ (Gondal) નજીક આવેલ સડક પીપળિયા ગામે ભાડેથી ઓફિસ અને ગોડાઉન લઈ પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી હતી. પેઢી શરૂ કરીને સ્ટીલ અને સિમેન્ટનો વેપાર શરૂ કર્યો હતો. શાપર-વેરાવળના લોખંડના વેપારી સહિત જુદા જુદા 8 વેપારીઓ સાથે સબંધો કેળવ્યા બાદ ઉધારીમાં લોખંડના સળિયા ખરીદી 8 વેપારીઓને ગઠિયાએ 18.84 કરોડની ઠગાઈ કરી હતી. નોંધનીય છે કે, ગઠિયો ફ્લેટ, ઓફિસ અને ગોડાઉન ખાલી કરી ભુગર્ભમાં ઉતરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

જુદા જુદા 8 વેપારીઓ સાથે થઈ ઠગાઈ

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર રિલાયન્સ મોલ પાછળ સિલ્વરસ્ટોન શેરી નંબર 3 માં રહેતા અને શાપર-વેરાવળમાં શ્રીનાથજી સ્ટીલ નામની પેઢી ધરાવતા અમિતભાઈ રમેશભાઈ પટેલ ઉ.વ47 નામના વણીક વેપારીએ પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે મુળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડિયા ગામના વતની અને ગોંડલ (Gondal)ના સડક પીપળિયા ગામે પેઢી ધરાવતા જયરાજ ધનજીભાઈ પીપળિયાનું નામ આપ્યું છે.

ઓફિસ ગોડાઉન ભાડે રાખી લોખંડના સળિયાનો વેપાર શરૂ કર્યો

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જયરાજ પીપળિયાએ 2022માં ગોંડલના સડક પીપળિયા ગામે પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી હતી. ઓફિસ ગોડાઉન ભાડે રાખી લોખંડના સળિયાનો વેપાર શરૂ કર્યો હતો. ફરિયાદી સાથે ધંધાકીય વાતચીત કરી ઓફિસે મળવા આવ્યો હતો. 15 દિવસમાં પેમેન્ટ ચુકવી આપશે તેવી ખાતરી આપી શરૂઆતમાં લોખંડના સળિયાની ખરીદી કરી સમયસર પેમેન્ટ આપી દીધું હતું.

Advertisement

ઓફિસ ખાલી કરી આરોપી ગઠિયો જતો રહ્યો

ત્યાર બાદ તારીખ 15/06/2024 થી તારીખ 02/07/2024 દરમિયાન આરોપી જયરાજ પીપળિયાએ ફરિયાદી પાસેથી દરરોજ લોખંડના સળિયા મંગાવી કુલ 1,45,20,430 નું પેમેન્ટ નહીં ચુકવી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપીનો મોબાઈલફોન સ્વીચઓફ આવતા ફરિયાદી તેની ગોંડલમાં સડક પીપળિયા ગામે આવેલ ઓફિસ અને ગોડાઉને તપાસ કરવા ગયા હતા. ગોડાઉન અને ઓફિસના માલીક દિવ્યેશભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ રાજકોટ ધંધો કરવા જવાનું કહી ગોડાઉન અને ઓફિસ ખાલી કરી આરોપી ગઠિયો જતો રહ્યો હોવાનું મળ્યું હતું. બાદમાં આરોપીના ફ્લેટે તપાસ કરતા ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો અને મોબાઈલફોન પણ સ્વીચઓફ કરી દીધો હતો.

કરોડો રૂપિચાની ઠગાઈ કરી ગઠિયો ફરાર

ફરિયાદી ઉધારીમાં માલ લઈ ભુગર્ભમાં ઉતરી ગયેલાગઠિયાની તપાસ કરતા હતા. ત્યારે અન્ય વેપારીઓ પણ આ ગઠિયાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અમદાવાદ વાળા વિશાલભાઈ રાજેશભાઈ પરીખની શ્રીનાથજી ટ્રેડ કોર્પ. પ્રા.લી.માંથી 2,42,86,814 રૂપિયા, ભાવનગર વાળા સમીર સતીષભાઈ અડવાણીની ઓમકાર એન્ટર પ્રાઈઝમાંથી 2,94,00,000 રૂપિયા, રાજકોટ વાળા ચેતનભાઈ ભરતભાઈ પોપટની બાલાજી ઈસ્પાર્કમાંથી 5,30,430 રૂપિયા, અંજારના વેપારી હિતેશભાઈ ચિમનભાઈ શાહની મોના સ્ટીલમાંથી 5,43,12,984 રૂપિયા તેમજ અંજારના અન્ય વેપારી ગૌરાંગભાઈ ભૂપતભાઈ શાહની જયભારત સ્ટીલમાંથી 3,12,98,514 રૂપિયા, ભાવનગરના વેપારી સાંતનુસિંહ ગોહિલની એમજી. સ્ટીલની પેઢીમાંથી 2,07,98,218 રુપિયા અને ચેતનભાઈ ભરતભાઈ પોપટ પાસેથી 37,40,000 રૂપિયાના લોખંડના સળિયા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ મંગાવી છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આરોપી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

ગઠિયાની તેના વતન પીઠળિયા ગામે તપાસ કરતા તેના માતા-પિતાએ અમારો દિકરો અમારા કહ્યામા નથી અને અહીં આવતો નથી તેવો જવાબ મળ્યો હતો. જેના પગલે વેપારીઓ છેતરાયાની જાણ થતાં ગોંડલ તાલુકા મથક પોલીસમાં આરોપી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ સહિત જુદા જુદા 8 વેપારીઓ પાસેથી ઉધારીમાં લોખંડના સળિયા સહિતની ચીજવસ્તુઓ 18.84 કરોડની ઠગાઈ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ સાથે વેપારી જયરાજ પીઠળિયાએ રાજકોટના આર.કે. ટ્રેડરીંગ વાળા વેપારી દિપકભાઈ પુસવાણીને સસ્તામાં લોખંડનો માલ આપવાનું કહી તેની પાસેથી એડવાન્સમાં 50 લાખ મેળવી તેમને પણ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?

આ પણ વાંચો: Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

આ પણ વાંચો: Banaskantha: સામાન્ય વરસાદ થતાની સાથે જ પુલ પર નદીનું વહેણ શરૂ, માર્ગ ધોવાતા લોકોને હાલાકી

Tags :
Advertisement

.