Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal શહેરમાં જળબંબાકાર, વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

Gondal Heavy Rains: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી લઈને ગોંડલમાં સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નોંધનીય...
gondal શહેરમાં જળબંબાકાર  વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

Gondal Heavy Rains: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી લઈને ગોંડલમાં સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નોંધનીય છે કે, પાણી ભરાતાની સાથે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલ તાલુકાના વાસાવડ, સુલતાનપુર, મોવિયા, ચરખડી, અનીડા અને ડોડીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી અઢી ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. વાવણી બાદ શ્રીકાર મેઘવર્ષા થતા કાચુ સોનુ વરસ્યુ હોય ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Advertisement

શહેરમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદ

ગોંડલ શહેરમાં પણ બપોરબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઘણા લાંબા સમયના વિરામ બાદ શહેરમાં ધોધમાર પોણા બે ઈંચ (41 મી.મી.) વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અસહ્ય બાફરથી ત્રસ્ત ગોંડલના નગરજનોએ પણ ન્હાવાની મોજ માણી હતી. શહેરમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદને પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોંડલ શહેરમાં વરસાદને કારણે રાતાપુલ, ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજ સહિત ઠેરઠેર પાણી ભરાયા હતા.

નોંધનીય છે કે,  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આજે રાત્રે ધોધમાર પડી શકે છે. આ સાથે સાથે અંબાલાલે જણાવ્યું છે કે, લા નીનોની અસરથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવું જણાવામાં આવ્યું છે.

Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

Tags :
Advertisement

.