Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ નાગરિક સહકારી બેંકે કર્યો રેકોર્ડબ્રેક નફો, 68મી સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજુ કરાયો

ગોંડલ નાગરિક સહકારી બેંકની 68મી સાધારણ સભા કડવા પટેલ સમાજ વાડી ખાતે બેંકના સભાસદો પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ની વિશાળ હાજરીમા મળી હતી. જેમા વાર્ષિક અહેવાલ રજુ કરાયો હતો ઉપરાંત વિશિષ્ટ પ્રતિભાઓનુ સન્માન કરાયુ હતુ. બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ જણાવ્યુ...
ગોંડલ નાગરિક સહકારી બેંકે કર્યો રેકોર્ડબ્રેક નફો  68મી સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજુ કરાયો

ગોંડલ નાગરિક સહકારી બેંકની 68મી સાધારણ સભા કડવા પટેલ સમાજ વાડી ખાતે બેંકના સભાસદો પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ની વિશાળ હાજરીમા મળી હતી. જેમા વાર્ષિક અહેવાલ રજુ કરાયો હતો ઉપરાંત વિશિષ્ટ પ્રતિભાઓનુ સન્માન કરાયુ હતુ.

Advertisement

બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ જણાવ્યુ કે, ગત વર્ષમાં બેંક દ્વારા રુપિયાબે કરોડ બાસઠ લાખનો રેકર્ડ બ્રેક નફો કરી વિશ્વસનિયતા સ્થાપિત કરી છે. આગામી સમયમા બેંકની વધુ શાખાઓ કાર્યરત કરી વ્યાપ વિસ્તારાશે તેવું જણાવ્યુ હતુ. બેંકના ડિરેકટર અને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ બેંકની પ્રગતિને બિરદાવી બેંકના પંચાવન હજાર સભાસદોના હિતમા અવિરત સેવા આપવા ડિરેકટરોને શીખ આપી હતી.

Advertisement

જીલ્લા ભાજપ પ્રમુખ અને યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે ગોંડલ એકજુટ મુઠ્ઠી ની તાકાત બની આગળ ધપી રહયુ છે.તેમા નાગરિક બેંક નો અમુલ્ય ફાળો છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા,કનકસિહ જાડેજા,ડો.નૈમિષ ધડુક, ઓમદેવસિંહ જાડેજાએ બેંક ની ઉતરોતર પ્રગતિ અને બેનમુન મેનેજમેન્ટ ની સરાહના કરી હતી.

Advertisement

કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાઓ સન્માનમાં જીલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે અનેક સિધ્ધિઓ હાંસલ કરનાર વાસાવડની શામ સમજુ અજમેરા સ્કુલ, દેશની ઉચી ઇમારતો પર બ્રશ તથા એરગન મારફત ચિત્રકામ કરનારા ચિત્રકાર મુનિર, 26 હજારથી વધુ ચકલીઘરનુ નિઃશુલ્ક વિતરણ કરનાર સુલતાનપુરના પક્ષી પ્રેમી ગૃપ, 71 વખત રક્તદાન કરનારા રક્તદાતા મનસુખભાઇ રુપારેલીયા તથા શહેર માં શ્રેષ્ઠ સફાઇકામ કરનારા સફાઇ કામદાર સંગીતાબેન બારૈયાને શિલ્ડ, શાલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

ઉપરાંત જીલ્લા ભાજપ હોદ્દેદારો અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા, રીનાબેન ભોજાણીનુ પણ સન્માન કરાયુ હતુ. જેમની જહેમતથી પાંચિયાવદરને નર્મદાનુ પાણી મળતુ થયુ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનુ સન્માન પાંચીયાવદરના ખેડુતો તથા કનકસિહ જાડેજા દ્વારા કરાયુ હતુ. બેંકના જનરલ મેનેજર દિલીપભાઈ ભટ્ટે વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો. સ્વાગત પ્રવચન પ્રફુલભાઈ ટોળીયાએ કર્યુ હતુ.સંચાલન અશોકભાઈ શેખડા દ્વારા કરાયુ હતુ.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : અદાણી પોર્ટસ મુંદ્રા પર અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.