Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: તબીબ દંપતીના કજીયામાં નવો વળાંક, પતિએ લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ

Gondal: ગોંડલના ડોક્ટર દંપતીની શહેરમાં ટોક ઓફ ટાઉન બનેલી તકરારમાં પત્ની તથા તેના પ્રેમી દ્વારા ગાડી માથે ચડાવી દઇ હત્યાનાં પ્રયાસનો આક્ષેપ ડોક્ટર પતિ દ્વારા કરાતા મામલો ફરી ચકચારી બન્યો છે. બનાવના 18 કલાક વિતવા છતા પોલીસે ગુનો નહીં નોંધી...
gondal  તબીબ દંપતીના કજીયામાં નવો વળાંક  પતિએ લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ

Gondal: ગોંડલના ડોક્ટર દંપતીની શહેરમાં ટોક ઓફ ટાઉન બનેલી તકરારમાં પત્ની તથા તેના પ્રેમી દ્વારા ગાડી માથે ચડાવી દઇ હત્યાનાં પ્રયાસનો આક્ષેપ ડોક્ટર પતિ દ્વારા કરાતા મામલો ફરી ચકચારી બન્યો છે. બનાવના 18 કલાક વિતવા છતા પોલીસે ગુનો નહીં નોંધી માત્ર નિવેદન નોંધ્યાનું ડોક્ટરે જણાવ્યું હતું. ડોક્ટરના પગ પર ગાડીનું વ્હીલ ફરી ગયું હોવાથી અત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

મને નાખવાની કોશિશ કરવામાં આવી હતીઃ ડો.લક્ષિત

મળતી વિગતો પ્રમાણે ચકચારી બનાવ અંગે ડો.લક્ષિત સાવલિયા (Gondal)એ જણાવ્યું કે, ગત રાત્રીનાં સુમારે આઇટીઆઇ અંડરબ્રિજના સર્વિસ રોડ પર પત્ની હિરલ (ઉ.32 વર્ષ)એ એના પ્રેમી અભય લાલજી કમાણી (ઉ.46 વર્ષ) એ મારા ઉપર સફારી ગાડી ચડાવીને મારી નાખવાની કોશિશ કરી હતી.બાદમાં પોતાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ માં દાખલ થયા હતા.

સસરા પક્ષને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યો હતો

ડો.લક્ષિત સાવલીયા (Gondal)ના વધુમાં જણાવ્યાં મુજબ પત્ની હિરલ સાવલિયાએ પતિ, સાસુ-સસરા ઉપર ખોટા કેસ કરીને ફસાવવની કોશિશ કરી હતી. જેમાં સસરા પક્ષને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયો હતો.આ ઉપરાંત હાલ પત્ની હિરલ તેના પ્રેમી અભય લાલજી કમાણી અને પિયર પક્ષની મદદથી ગોંડલના કૈલાશબાગ સ્થિત સાસુના મકાનના તાળા તોડીને કબ્જો કરીને રહે છે.

Advertisement

અત્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

ગત રાત્રીના બનાવ અંગે વધુ વિગત આપતા ડો.લક્ષિતે કહ્યું કે, હું રાત્રે 03 વાગ્યાની આસપાસ ઘરે જતો હતો ત્યારે એક કાળી સફારી ગાડી નંબર GJ03 ML 5328માં એની પત્ની હિરલ અને એના પ્રેમી અભય લાલજી કમાણીને અચાનક રંગે હાથ પકડી લેતા પત્ની હિરલના પ્રેમીએ મારા ઉપર ગાડી ચડાવીને મારી નાખવાની કોશિશ કરીને ભાગી ગયા હતા. મારાં પગ પર ગાડીના ટાયર ફરી જતા ફ્રેકચર થતા હોસ્પિટલમાં દાખલ થયો હતો.

રાજકોટ સામે અકસ્માતે હડફેટે લીધાનો ગુનો દાખલ કર્યો

સફારી ગાડી ડી.ઓરા આઈવીએફ સેન્ટર-રાજકોટના માલિક ડો ભાવિન કમાણીની છે અને પત્ની હિરલનો પ્રેમી અભય કમાણી એનો ભાઈ છે. આ ઉપરાંત 2 વર્ષ પહેલા પણ અભય લાલજી કમાણી એ મને છુટાછેડાના 50 લાખ આપવા માટે રાજકોટ કોટેચા ચોકમાં ધાક ધમકીઓ આપી હતી. જે બાબતે રાજકોટ મલાવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પત્ની હિરલ અને પ્રેમી અભય ઉપર ફરિયાદ થયેલ હતી. આ બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ ડો.લક્ષિતકુમાર સાવલિયાની ફરિયાદ ઉપરથી કાર ચાલક અભય લાલજીભાઈ કમાણી રે. રાજકોટ સામે અકસ્માતે હડફેટે લીધાનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Marriage: આવી તો કોઈ શરત રાખતું હશે? વરરાજાની એક શરતે લગ્રમાં પંચાયત બોલાવી પડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.