Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Gadhada: બાળકોના ભોજનમાં નીકળી ઇયળ, આંગણવાડી સંચાકલને ફરજ પરથી દૂર કરવા માગ

Gir Gadhada: ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકના ભોજનમાં ઈયળ નીકળવાની ઘટનાની બની હતી. તેની સાથે આંગણવાડી સંચાલક દ્વારા તેલનો ડબ્બો તેમજ અન્ય અનાજનો જથ્થો લઈ જવા મામલે યોજાયેલ ગ્રામસભામાં ગામ સમસ્ત દ્વારા આંગણવાડી સંચાલિકાબેનને તાત્કાલિક...
gir gadhada  બાળકોના ભોજનમાં નીકળી ઇયળ  આંગણવાડી સંચાકલને ફરજ પરથી દૂર કરવા માગ

Gir Gadhada: ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકના ભોજનમાં ઈયળ નીકળવાની ઘટનાની બની હતી. તેની સાથે આંગણવાડી સંચાલક દ્વારા તેલનો ડબ્બો તેમજ અન્ય અનાજનો જથ્થો લઈ જવા મામલે યોજાયેલ ગ્રામસભામાં ગામ સમસ્ત દ્વારા આંગણવાડી સંચાલિકાબેનને તાત્કાલિક ફરજ પછી દૂર કરવાની માંગ સાથે સરપંચ દ્વારા અરજી અપાઈ છે.

Advertisement

આ ઘટનાનો રાત્રિનો વીડિયો પણ વાયરલ થયો હતો

ગીર ગઢડા (Gir Gadhada)ના પડાપાદર ગામની આંગણવાડીમાં બાળકોના ભોજનમાં ઈયળ અને ધનેડા નીકળવાનો મામલો મામલે ગત તારીખ 13 રોજ વિવાદ થયો હતો. જોકે આ દિવસે મોડી રાત્રે આંગણવાડીનુ અનાજ સંચાલક દ્વારા આંગણવાડીની બહાર લઈ જતા હોવાનું ગામના સરપંચ અને લોકોને ધ્યાને આવતા રાત્રિ દરમિયાન ચેક કરતા આંગણવાડીનું અનાજ હોવાનું સામે આવ્યું હતું . આ ઘટનાનો રાત્રિનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે આ સમગ્ર મામલે સીડીપીઓ તપાસ અર્થે પહોંચ્યા હતાં.

સંચાલિકાબેનને તાત્કાલિક ફરજ પછી દૂર કરવાની માંગ

નોંધનીય છે કે, CDPO તપાસ અર્થે પહોંચતા ગામ લોકો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈ ગઇકાલે તપાસ બાદ આંગણવાડી કેન્દ્રને તાળું મરાયુ હતું. જોકે ગઈ કાલે રાત્રિના મળેલી ગ્રામ સભામાં ગામ સમસ્ત દ્વારા આંગણવાડી સંચાલિકાબેનને તાત્કાલિક ફરજ પછી દૂર કરવાની માંગ કરાઇ છે, જેની આજે સરપંચ દ્વારા ગામ લોકોની સહી સાથેની અરજી સી.ડી.પી.ઓને આપવામાં આવી છે.

Advertisement

આઈસીડીએસ વિભાગની ટીમો દ્વારા કરાઈ તપાસ

આ સમગ્ર મામલે સીડીપીઓએ જણાવ્યું હતું કે, આ આંગણવાડી કેન્દ્રની આઈસીડીએસ વિભાગની ટીમો દ્વારા તપાસ થઈ છે. આ તપાસ દરમિયાન વર્કરબેન છે તેમણે પોતાની ભૂલ છે તે સ્વીકારી લીધી છે. ગ્રામજનોની માંગણી મુજબ વર્કરબેન પોતાની રીતે રાજીનામું આપવા ઈચ્છે છે જેના આધારે અન્ય વર્કર બેનને ચાર્જ આપી અને આંગણવાડી કેન્દ્ર ફરીથી શરૂ કરાવશો તેવું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે સંચાલિકા હર્ષાબેન પંડ્યા દ્વારા હાલ કોઈ રાજીનામું આપ્યું ન હોવાની વાત પણ સામે આવી છે.

આ પણ વાંચો: ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

આ પણ વાંચો: NEET Exam Scam અત્યાર સુધીની સ્થિતિનો સમગ્ર ઘટનાક્રમ, જાણો શું હતી આખી ઘટના

આ પણ વાંચો: Ahmedabad: આ ખાડા ખોદવાનું ક્યારે બંધ થશે! શહેરીજનોને રાખવી પડશે સાવધાની

Advertisement
Tags :
Advertisement

.