Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે...
gandhinagar  કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

Gandhinagar: ગાંધીનગરના કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel)એ શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે, આ અવસરે જૈનધર્મી શ્રાવક ભાઈઓ-બહેનો સાથે બેસીને વ્યાખ્યાનનું શ્રવણ પણ કર્યું હતુ.

Advertisement

માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છેઃ CM

આ દરમિયાન મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતુ કે, માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે. એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)એ ગાંધીનગર (Gandhinagar) નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયેલું છે.

મુખ્યમંત્રીએ જૈનધર્મી શ્રાવકો સાથે બેસીને શ્રવણ પણ કર્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીએ જૈનધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે. એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો, સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં ભક્તો પણ જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Junagadh : ગણેશ ગોંડલ કેસમાં સંજય સોલંકીની પોલીસને વધુ એક અરજી, કરી આ માગ

આ પણ વાંચો: Surat : BJP કોર્પોરેટર સામે અપહરણ, કરોડોની મિલકત-લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: Civil Hospital : બે બાળકોની શ્વાસ અને અન્ન નળીમાં ફસાયેલ ફોરેન બોડીની સફળ સર્જરી

Tags :
Advertisement

.