Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગઢડા: ગોપીનાથજી મહારાજના 194માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજીની ઉપસ્થિતિમાં ૧૯૪મો પાટોત્સવ યોજાયો હતો.ગોપીનાથજી ભગવાનને દેશની પવિત્ર નદિઓના જળ,પંચામૃત,દુધ,દહિં,મધ,વિવિધ ફળોના રસથી અભિષેક કરાયો હતો.જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ અભિષેકના દર્શન કર્યા હતા. શ્રીજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત...
ગઢડા  ગોપીનાથજી મહારાજના 194માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

અહેવાલ- ગજેન્દ્ર ખાચર, બોટાદ

Advertisement

બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજીની ઉપસ્થિતિમાં ૧૯૪મો પાટોત્સવ યોજાયો હતો.ગોપીનાથજી ભગવાનને દેશની પવિત્ર નદિઓના જળ,પંચામૃત,દુધ,દહિં,મધ,વિવિધ ફળોના રસથી અભિષેક કરાયો હતો.જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ અભિષેકના દર્શન કર્યા હતા.

શ્રીજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત મહામંદિરોમાં સ્વયં હરીએ કોઈ મંદિરનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કર્યો હોય તો તે માત્ર અને માત્ર બોટાદ જિલ્લાનું ગઢપુર ધામ છે.આ મંદિરમાં પ્રતિષ્ઠિત ગોપીનાથજી મહારાજનું નિર્માણ કાર્ય પણ દાદા ખાચરના દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડા પાસેના ઓરડામાં બિરાજમાન થઈ સ્વયં શ્રીજી મહારાજે પોતાના અંગે અંગનું માપ લઈ મૂર્તિકાર નારણજીભાઈ દ્વારા તૈયાર કરાવેલ છે.જેના કારણે સમગ્ર સંપ્રદાયમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઐતિહાસિક અને અજોડ મનાય છે.

Advertisement

સ્વયં શ્રીજી મહારાજે ગોપીનાથજી મહારાજની મૂર્તિને બાથમાં લઇ સવંત 1885 આસો સુદ બારસના દિવસે શાસ્ત્ર પુરાણ અને વેદોક્ત વિધિ મુજબ પધરાવેલ છે.આ પ્રગટ દેવના મહિમાની ગાથા ગાથા સ્વયં હરિ બોલ્યા છે કે આ ગોપીનાથજીની મૂર્તિમાં અમો અખંડ રહી ભક્તોના સઘળા મનોરથ પૂર્ણ કરીશું.આવા મહિમાવંત ગોપીનાથજી મહારાજના 194 માં વાર્ષિક પાટોત્સવમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીની ઉપસ્થિતમાં યોજાયો હતો.ગોપીનાથજી ભગવાનને દેશની પવિત્ર નદિઓના જળ,દુધ,દહિ,મધ,વિવિધ ફળોના રસ સહિત પંચામૃતથી ગોપીનાથજી ભગવાનને અભિષેક કરાયો હતો.જ્યારે મોટી સંખ્યામાં ભક્તો પાટોત્સવમા ભાગ લીધો હતો.અને ભગવાનના અભિષેકના દર્શનનો અનેરો લાભ લીધો હતો.

આ પણ વાંચો — રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM મોદીને આમંત્રણ આપવા પર વિપક્ષે કર્યો હંગામો, ભાજપે આપ્યો જવાબ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.