Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Foreign Minister: મોદી સરકાર 3.0 માં એસ. જયશંકરને મળ્યું વિદેશ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

Foreign Minister: મોદી સરકારમાં એસ.જયશંકરને ફરી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. નોધનીય છે કે, મોદી સરકાર 2.0 માં પણ તેવી વિદેશ મંત્રી રહ્યા છે. આ દરમિયાને તેમની કામગીરી ખુબ જ સારી અને પ્રભાવશાળી રહીં છે. નરેન્દ્ર મોદી કાલે સાંજે 7:15...
foreign minister   મોદી સરકાર 3 0 માં એસ  જયશંકરને મળ્યું વિદેશ મંત્રાલય  જાણો તેમની રાજકીય સફર

Foreign Minister: મોદી સરકારમાં એસ.જયશંકરને ફરી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. નોધનીય છે કે, મોદી સરકાર 2.0 માં પણ તેવી વિદેશ મંત્રી રહ્યા છે. આ દરમિયાને તેમની કામગીરી ખુબ જ સારી અને પ્રભાવશાળી રહીં છે. નરેન્દ્ર મોદી કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધો છે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. 2024માં કેબિનેટ મંત્રી (MINISTER)ઓની વાત કરવામાં આવે તો આ વખતે પણ એસ. જયશંકરને વિદેશ મંત્રાલય (Foreign Minister)નું મંત્રીપદ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ પહેલા પણ તેઓ અત્યારે વિદેશ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને વિદેશમાં ભારતની એક આગવી ઓળખ ઊભી કરી છે.

Advertisement

એસ. જયશંકરનો જન્મ દિલ્હીમાં થયો  હતો

જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

વિદેશ સચિવ,હાલમાં ભારતના વિદેશ મંત્રી છે

સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.

Advertisement

એસ. જયશંકરનું ગ્રેજ્યુએશન

એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોચતા એસ જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઈગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.

આ પણ  વાંચો: CABINET MINISTER : રાજકારણના ચાણક્ય અમિત શાહને ફરી આપવામાં આવ્યું ગૃહ મંત્રાયલ

આ પણ  વાંચો: CABINET MINISTER: ગુજરાતના ચાણક્ય સી.આર.પાટીલને મળ્યું જળ શક્તિ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

આ પણ  વાંચો: Oath Ceremony 2024 : રાજઘાટ બાદ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, Delhi માં આ રસ્તાઓ સામાન્ય લોકો માટે બંધ…

Advertisement
Tags :
Advertisement

.