Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1લી જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ, માછીમારોને અપીલ સાથે કોસ્ટગાર્ડનો સંવાદ

અહેવાલ---કિશન ચૌહાણ, પોરબંદર પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા શુક્રવારે માછીમારોની સુરક્ષા તથા માર્ગદર્શન હેતુ એક કાર્યક્રમ સહ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.  માછીમાર સમાજના આગેવાનો તથા પત્રકારો સાથે સંવાદ કરતા પોરબંદર કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલ ૧લી જૂનથી માછીમારોને...
1લી જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ  માછીમારોને અપીલ સાથે કોસ્ટગાર્ડનો સંવાદ
અહેવાલ---કિશન ચૌહાણ, પોરબંદર
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા શુક્રવારે માછીમારોની સુરક્ષા તથા માર્ગદર્શન હેતુ એક કાર્યક્રમ સહ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.  માછીમાર સમાજના આગેવાનો તથા પત્રકારો સાથે સંવાદ કરતા પોરબંદર કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલ ૧લી જૂનથી માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે આ પ્રતિબંધનો ભંગ કરી માછીમારો દરિયો ન ખેડે તે આવકાર્ય બની રહેશે.
સમુદ્રમાં કોઇ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો કોસ્ટગાર્ડેને જાણ કરો
પોરબંદર કોસ્ટગાર્ડે હેડકવાર્ટર ખાતે યોજાયેલ મહત્વની બેઠકમાં ડીઆઇજી પંકજ અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે માછલીની લાલચમાં ક્યારેય પણ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન ન ઓળંગવી. વળી જ્યારે પણ દરિયો ખેડવામાં આવે ત્યારે બોટની યોગ્ય મરામત કરાવ્યા બાદ જ બોટને માછીમારી માટે દરિયામાં ઉતારવી. ઉપરાંત માછીમારી સમયે તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને માછીમારી દરમિયાન સમુદ્રમાં કોઇ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તે અંગે કોસ્ટગાર્ડને જાણ કરવા પંકજ અગ્રવાલે માછીમારોને અપીલ કરી હતી. વાણોટ પવનભાઇ શિયાળ, પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી, હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ સાળુંકે તથા પોરબંદરના પત્રકારો અને અન્ય માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કોસ્ટગાર્ડની માછીમાર આગેવાનોને અપીલ
પોરબંદર કોસ્ટગાર્ડ હેડકવાર્ટર ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ સાથે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરી અને પીલાણા એસો. પ્રમુખ સહિતના માછીમાર આગેવાન ઉપસ્થિતિ રહ્યાં હતા.કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાન અપીલ કરી હતી કે, ૧લી જૂનથી માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે આ પ્રતિબંધનો ભંગ કરી માછીમારો દરિયો ન ખેડે તે આવકાર્ય બની રહેશે.  પોરબંદર માછીમાર બોટ એસોના પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ જણાવ્યુ હતુ કે, ચોમાસની સિઝનમાં માછીમારી બંધ છે. માછીમારોની સેફટી માટે  કોસ્ટગાર્ડ  ખાતે મીંટીગનુ આયોજન કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ માછીમારને અપીલ કરતા કહ્યું હતુ કે, બંધ માછીમારી સિઝનનો સદઉપયોગ કરો,માછીમાર બોટનો યોગ્ય રીતે રીપેંરીગ કરો જેથી માછીમારી ચાલુ સિઝનમાં સારી રીતે માછીમારી કરી શકો.
  ગુજરાતની દરિયાઇ સુરક્ષાનો મજબૂત પાયો જે દરિયાકાંઠે રાખે છે બાજ નજર
ગુજરાત રાજ્ય ૧૬૦૦ કીમી લાંબા દરિયાકિનારો ધરાવે છે. જ્યારે દરિયાની સુરક્ષાની વાત આવે ત્યારે  ભારતીય નૌ સેના જેટલી મહત્વની ભૂમિકા ભારતીય કોસ્ટગાર્ડની છે. દેશની સુરક્ષા માટે રાત દિવસ દૂશ્મનો પર નજર રાખે છે. દરિયામાં કંઇ રીતે ભારતીય કોસ્ટગાર્ડ રેસ્કયુ કરી ઓપરેશન પાર પાડે છે.માછીમારોને જરૂર પડે ત્યારે કોસ્ટગાર્ડ મદદ આવે જ છે.
Advertisement
Tags :
Advertisement

.