જૂનાગઢના ચણાકા ગામે સસરાએ કરી પુત્રવધુની હત્યા..!
અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢના ભેંસાણ તાલુકામાં હત્યાનો બનાવ ચણાકા ગામે સસરાએ કરી પુત્રવધુની હત્યા રસીલાબેન નામની મહિલાની તેના સસરાએ કરી હત્યા માથાના ભાગે ઈજા કરી ગળેટૂંપો આપી હત્યા કરી હત્યા બાદ મૃતદેહને પંખા સાથે લટકાવી દીધો પોલીસે આરોપીને રાઉન્ડ અપ...
Advertisement
અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢના ભેંસાણ તાલુકામાં હત્યાનો બનાવ
ચણાકા ગામે સસરાએ કરી પુત્રવધુની હત્યા
રસીલાબેન નામની મહિલાની તેના સસરાએ કરી હત્યા
માથાના ભાગે ઈજા કરી ગળેટૂંપો આપી હત્યા કરી
હત્યા બાદ મૃતદેહને પંખા સાથે લટકાવી દીધો
પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી
જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભેંસાણ તાલુકાના ચણાકા ગામે સસરાએ કરી પુત્રવધુની હત્યા કરી નાખતાં ચકચાર મચી જવા પામી છે. રસીલાબેન નામની મહિલાની તેના સસરાએ પ્રથમ માથાના ભાગે ઈજા કરી ગળેટૂંપો આપી હત્યા કરીને બાદમાં મૃતદેહને પંખા સાથે લટકાવી દીધો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે.
રસિલાબેનનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો
ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રસીલાબેન નામના મહિલા તેમના સંતાનો સાથે રહેતા હતા. પાંચ વર્ષ અગાઉ તેમના પતિ જયેશભાઈનું વીજ શોક લાગવાથી અકસ્માતે મૃત્યુ થયું હતું, બાદમાં વાડીમાં મજુરી કામ કરીને તેનું ગુજરાન ચલાવતાં હતા. રસીલાબેન વાડીમાં મજુરી કામ કરતાં હતા તે તેમના સસરા શંભુભાઈને પસંદ ન હતું અને તે વાતને લઈને અનેક વખત તેમની વચ્ચે ઝઘડા થતા હતા. 23 જૂનના રોજ સવારે તેમના ઘરમાંથી રસિલાબેનનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો, અને રસિલાબેનના ભાઈ રમેશભાઈ લાખાણીએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.
પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં થયો ખુલાસો
ઘટનાની જાણ થતાં ભેંસાણ પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ઘરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં રસીલાબેનને માથાના ભાગે ઈજા અને ગળે ટુંપો દીધો હોવાનું સામે આવ્યું હતું તેથી આ આપઘાતનો નહીં પરંતુ હત્યાનો બનાવ હોવાનું ફલીત થયું હતું અને ભેંસાણ પોલીસે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા અને પરિવારજનોની પુછપરછ કરતાં રસીલાબેનના સસરા શંભુભાઈ માંડવીયાને રાઉન્ડઅપ કરીને તેની પુછપરછ હાથ ધરી છે. આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે સાથે હત્યા પાછળ અન્ય કોઈ બાબત કારણભૂત છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.