પાદરાના ઉદ્યોગપતિઓ દ્વારા છોડવામાં આવતી ઝેરી ગેસથી જગતનો તાત ત્રસ્ત
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ પાસે આવેલી શિવાફાર્મા કંપનીમાં ઝેરી કેસ છોડવાના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે ખેડૂતે કલેકટરને અને સ્થાનિક તંત્રને પત્ર લખીને ન્યાયની માંગ કરી હતી.
પાદરા તાલુકાના લુણા ગામ પાસે આવેલી શિવાફાર્મા કંપની વિવાદોના ગેરામાં આવી છે. કંપની સામે ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂત ભીખાભાઈ માળીએ કલેકટર અને મામલતદાર સહિત ગુજરાત પોલ્યુશન સાથે તમામ તંત્રને પત્ર લખીને કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એક બાજુ કમોસમી વરસાદ અને બીજી બાજુ કંપનીના ત્રાસથી ખેડૂતો બે હાલ બની રહ્યા છે. ત્યારે પાદરાના લુણા ગામ પાસે આવેલી સિવાફાર્મા કંપની સામે કંપનીની બાજુમાં જ આવેલા એક ખેડૂતે ગંભીર આક્ષેપ કર્યા છે.
સ્થાનિક ખેડૂતે કંપની સામે આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સહિત તમામ તંત્રને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા રાત્રિ દરમિયાન ઝેરી ગેસ છોડવામાં આવે છે. જેના કારણે પશુઓ સહિત પાકને પણ મોટું નુકસાન થાય છે. ખેડૂતે વધુમાં જણાવ્યું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અને તેને લઈને ખેડૂતે હવે જિલ્લા કલેકટર સહિત જીપીસીપી અને સ્થાનિક તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તાજેતરમાં જ ક મોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે બીજી કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવતા હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો પત્ર ગુજરાત પોલ્યુશન બોર્ડને આપવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કરવામાં ન આવતી હોવાના પણ ગંભીર આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે શિવાફાર્મા કંપની ના ત્રાસ સામે તંત્ર ખેડૂત ને ન્યાય આપશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો - સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉન પર લાગ્યા ‘ભારત માતા કી જય’ અને મોદી-મોદીના નારા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - વિજય માલી