Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

S. Jaishankar એ કેમ અચાનક પહેલું ફોર્મ ભરી દીધું ? વાંચો આ અહેવાલ...

વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભા માટે ફોર્મ ભર્યું વિજયી મૂહુર્તમાં જયશંકરે ઉમેદવારી નોંધાવી ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી રહ્યા હાજર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઇ  ગુજરાતમાં 24 જુલાઇએ યોજાનારી રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી...
s  jaishankar એ કેમ અચાનક પહેલું ફોર્મ ભરી દીધું   વાંચો આ અહેવાલ
  • વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભા માટે ફોર્મ ભર્યું
  • વિજયી મૂહુર્તમાં જયશંકરે ઉમેદવારી નોંધાવી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી રહ્યા હાજર
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઇ 
ગુજરાતમાં 24 જુલાઇએ યોજાનારી રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે ગુજરાત વિધાનસભા ખાતે 12.39 મિનીટના વિજયી મૂહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
સૌથી પહેલું ફોર્મ વિદેશ મંત્રી એસ.જયશંકરે કેમ ભર્યું તે વિશે ચર્ચા
રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13મી જુલાઇ છે ત્યારે સૌથી પહેલું ફોર્મ વિદેશ મંત્રી એસ.જયશંકરે કેમ ભર્યું તે વિશે પણ રાજકારણની ગલીઓમાં ભારે ચર્ચા છે. તેઓ રવિવારે રાત્રે જ અમદાવાદ આવી ગયા હતા અને સોમવારે સવારે તેમણે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. હજું ભાજપે રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા નથી પણ જયશંકરનું નામ તો પહેલેથી જ નક્કી ગણાતું હતું અને ગણતરી મુજબ જ જયશંકરે પોતાનું ફોર્મ ભરી દીધું હતું.

Advertisement

તેમણે તત્કાળ ગાંધીનગર આવીને કેમ ફોર્મ ભરી દીધું? 
ભાજપે હજું પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી અને કોણ ઉમેદવાર હશે તે વિશે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપના ત્રણ સાંસદની ટર્મ 18 ઓગષ્ટે પૂર્ણ થઇ રહી છે. એસ.જયશંકરે બીજી વખત રાજ્યસભામાં ઉમેદવારી  નોંધાવી છે. ભાજપે તેમને રિપીટ કર્યા છે. રાજકીય વર્તુળોમાં સવાલ એટલો છે કે તેમણે તત્કાળ ગાંધીનગર આવીને કેમ ફોર્મ ભરી દીધું કારણ કે હજું અન્ય ઉમેદવારોના નામ પણ જાહેર થયા નથી.
 વિદેશ મંત્રી PM સાથે ફ્રાન્સ જવાના છે
વાસ્તવમાં વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે જવાના છે અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે ફ્રાન્સ જવાના છે અને તેથી જ તેમણે સૌથી પહેલા ગાંધીનગર આવીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. ભાજપના અન્ય 2 ઉમેદવારો હવે બાકી રહેલા ત્રણ દિવસમાં પોતાનું ફોર્મ ભરશે.
ભાજપ પાસે હાલ 8 બેઠકો 
ઉલ્લેખનિય છે કે રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે. જેમાં ભાજપ પાસે હાલ 8 બેઠકો છે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ પુરી થઇ રહી છે અને તેથી આ ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
Tags :
Advertisement

.