Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

E ચલણ નહિ ભરતા વાહન ચાલકો એ ચેતવાની જરૂર,હવે લોક અદાલતમાં થશે ચલણનો નિકાલ

સુરત શહેરમાં સીસીટીવી સંચાલિત ઇ-ચલન ની ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા માં E ચલણ નહિ ભરતા વાહન ચાલકો હવે ચેતવાની જરૂર છે. કારણ કે હવે તેવા ચાલકો ને સરકારે લોક અદાલતના માધ્યમથી સેશન કોર્ટમાં ઈ ચલણ...
e ચલણ નહિ ભરતા વાહન ચાલકો એ ચેતવાની જરૂર હવે લોક અદાલતમાં થશે ચલણનો નિકાલ

સુરત શહેરમાં સીસીટીવી સંચાલિત ઇ-ચલન ની ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા માં E ચલણ નહિ ભરતા વાહન ચાલકો હવે ચેતવાની જરૂર છે. કારણ કે હવે તેવા ચાલકો ને સરકારે લોક અદાલતના માધ્યમથી સેશન કોર્ટમાં ઈ ચલણ કેસ ચલવી દંડ ભરવાની એક પ્રથા શરૂ કરી છે જે આગામી ૧૩ મે ના રોજ સુરતની જુડિયોસિઅલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અંદાજિત છેલ્લા છ મહિનાના ૨૫,૦૦૦ જેટલા પ્રી- લિટીગેશન ઈ-ચલન નોટિસ ના કેસ કોર્ટમાં ચલાવવામાં આવશે.ટ્રાફિક ના સંયુક્ત કમિશનર દિનેશ પરમાર એ તમામ અધિકારીઓની એક મીટીંગ બોલાવી હતી જેમાં પ્રી લિટીગેશન ઈ ચલણ નોટિસની બજવણી ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસની મદદથી કરવામાં માટેની પહેલ કરવામાં આવી હતી

Advertisement

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવીના માધ્યમથી ટ્રાફિક સંચાલન કરવામાં આવી રહ્યું છે,આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાણાની એ જણાવ્યું, મોટા ભાગ ના વાહન ચાલકો ગફલત અને અવ્યવસ્થિત ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે ખાસ કરીને ઓવર સ્પીડ વાહન ચાલકોને લઈને નાના-મોટા અકસ્માત થતા હોય છે જેમાં શહેરીજનો ગંભીર ઇજાને લઈને મોત નીપજતા હોય છે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ટ્રાફિક સંયુક્ત કમિશનર દિનેશ પરમાર ના નેતૃત્વમાં ઈચલન વાહન ચાલકોને ઘર સુધી પહોંચાડવાનું શરૂઆત કરવામાં આવી છે

Advertisement

છેલ્લા છ મહિના દરમિયાન પ્રિ લિટીગેશન ઈ ચલણ નોટિસ આધારે વાહન ચાલકોને ઓનલાઇન મેસેજ અને ઈ ચલણ સ્લીપ મળી જતી રહી છે જેના આધારે વાહન ચાલકો અલગ અલગ ગુના હેઠળના દંડ ઈ ચલનના માધ્યમથી ભરતા હોય છે સુરત શહેર પોલીસ કમિશનર પ્રી-લિટીગેશન ઇ ચલન નોટિસ દંડ ભરવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાથી વેબ પોર્ટલ પર સીધા જ જઈ શકે છે અને એ ચલણ પણ ભરી શકે છે તેમજ તેમનું વાહન ચાલકનું ઈચલનના સ્ટેટસ પણ જાણી શકે છે એ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે

Advertisement

છેલ્લા છ માસ દરમિયાન સુરત શહેરમાં અલગ અલગ જગ્યા જગ્યા પરના સીસીટીવી કેમેરાના આધારે 25,000 જેટલા વાહન ચાલકોને પ્રિ લિટીગેશન ઈ ચલણ નોટિસ નો મેમો મોકલવામાં આવી રહ્યો છે, જેમાંથી કેટલાક લોકોએ ઓનલાઇન પ્રિ-લિટીગેશન નોટિસ ઇ ચલન પૈસા ટ્રાફિક પોલીસમાં જમા કરાવ્યા છે સરકાર વન નેશનલ વન ચલન માધ્યમથી હવે શહેરની કોટોમાં પ્રિ લિટીગેશન નોટિસ ના ઈ ચલણ નો કેસ ચલવી શકે છે રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને પ્રી લિટીગેશન નોટિસના ઈચલનના કેસોનો નિકાલ કરવા માટે લોકઅદાલત નું આયોજન કરવામાં આવતું હોય છે.

સુરત શહેરમાં જ્યુડ્યુસલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં અથવાલાઈન્સ ખાતે 13 મે ના રોજપ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલન બાબતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રી-લિટીગેશન નોટિસ ના 25,000 જેટલા ઈ-ચલન કેસ નો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પોલીસ કમિશનર અજય કુમાર તેમજ ટ્રાફિક કમિશનર દિનેશ પરમાર એપ્રી લિટીગેશન નોટિસના ઈ ચલણ ને લઈને ટ્રાફિક શાખા દ્વારા તેમજ સ્થાનિક પોલીસની મદદથી પ્રિ લિટીગેશન નોટિસના ઈ ચલન વાહન ચાલકો સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા પણ કરાઈ છે.

ઇન્ચાર્જ કમિશનર તરીકે દિનેશ પરમાર એ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને એસીપી લેવલના અધિકારીઓ સાથે મેરોથોન ચર્ચા કરી હતી જેમાં તેમને પ્રિ લીટીગેશન નોટિસ ના ઈ ચલણ વાહન ચાલકો સુધી પહોંચી જાય તે માટેની વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવાનું જણાવ્યું હતું આ સંદર્ભે સ્થાનિક પોલીસની કોર્ટના સમન્સ સાથે પ્રીલિટીગેશન નોટિસ ઈ ચલણની પણ વ્યવસ્થા કરવામાં આવવા ને લઈને સ્થાનિક પોલીસ પણ હવે એની બજવણી કરી રહી છે જેને લઈને ઘણા પોલીસ સ્ટેશનમાં પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલણ બાબતે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જે ટ્રાફિક પોલીસની જવાબદારી છે તેની જગ્યાએ સ્થાનિક પોલીસ એ જવાબદારી કરવી પડે છે.

પ્રિ લિટીગેશન નોટિસના 25,000 જેટલા ઈ ચલનો બજવણી બાબતમાં 80% જેટલી બજવણી અથવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હવે બે દિવસ બાકી છે ત્યારે માત્ર થોડા જ ઈ ચલન ની બજવણી માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે તેમજ 13 મે ના રોજ પ્રિ લિટીગેશન નોટિસના ઈ ચલન લોક અદાલતમાં પણ દંડ ભરવામાં આવશે , જે લોકોએ પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલણનો કેસ ચલાવો હોય તો ચાલી શકે છે જે લોકોએ દંડ ઓનલાઇન ભરવું હોય અને દંડ ભરાઈ ગયો હોય વાહન ચાલકોએ કોર્ટમાં આવવાની જરૂર રહેશે નહીં જ્યારથી ઈચલનની પ્રથા શરૂ થઈ છે ત્યાર થી સુરત શહેરમાં શહેરીજોનો એ પ્રિ લિટીગેશન નોટિસ ઈ ચલન બાબતે ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે ગુજરાતમાં સૌથી વધુ ઈચલન સુરત શહેરમાં ભરાતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

અહેવાલ- રાબિયા સાલેહ, સુરત

આપણ  વાંચો- PM MODI પહોંચ્યા ગુજરાત, લોકોને આપશે વિકાસ કાર્યોની ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.