Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડો. મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, વાંચો અહેવાલ

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયા બપોરે વિરપુરથી ગોંડલ પંહોચ્યા ત્યારે જામવાડી ખાતે તેમનું ભવ્ય સન્માન કરાયું હતુ. જામવાડીથી યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ વિશાળ બાઇક રેલી ડો.માંડવીયા સાથે જોડાઇ હતી. જે રમાનાથધામ તથા રામજીમંદિર...
ડો  મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત  વાંચો અહેવાલ

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયા બપોરે વિરપુરથી ગોંડલ પંહોચ્યા ત્યારે જામવાડી ખાતે તેમનું ભવ્ય સન્માન કરાયું હતુ. જામવાડીથી યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ વિશાળ બાઇક રેલી ડો.માંડવીયા સાથે જોડાઇ હતી. જે રમાનાથધામ તથા રામજીમંદિર થઈ ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં નિવાસસ્થાને પંહોચી હતી. અહી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ડો.માંડવીયાનું સ્વાગત કર્યું હતુ. આ વેળા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડો.મનસુખભાઇ માંડવીયાએ કહ્યુ કે, પોરબંદરથી ગોંડલ સુધી મેં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને મોદી પ્રત્યેનો વિશ્ર્વાસ જોયો છે.વિજય નરેન્દ્ર મોદીનો છે.ભાજપના કાર્યકર્તા સમર્પણ ભાવથી લોકોની અપેક્ષાઓ પુર્ણ કરવા મહેનત કરે છે. આ ભાજપની ખુબી છે.

Advertisement

ડો. મનસુખભાઇ માંડવીયાએ કહ્યુ કે, જયરાજસિહ જાડેજા અને તેમનો પરીવાર જે રીતે લોકોની સેવા કરી રહ્યા છે તે તેમનાં સંસ્કાર છે.તેમણે સુચિત વિધાન કર્યુ કે ૧૯૯૫ માં ગોંડલની પરિસ્થિતિ વિપરિત હતી. જનતામાં સુરક્ષાની માંગ હતી. તે સમયે કેશુભાઈ પટેલે જયરાજસિહની પસંદગી કરી અહી મુક્યા.જયરાજસિહ જાડેજાએ લોકોની સેવા અને સુરક્ષા આજસુધી જાળવી રાખીછે. માફીયા તત્વોને માથું ઉચકતા બંધ કરાવ્યા છે.
ડો.મનસુખભાઇ માંડવીયાએ અક્ષર મંદિરે દર્શન કરી  બપોરના માર્કેટ યાર્ડ ખાતે પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે ગુફતગુ કરી હતી.

Advertisement

ગોંડલમાં ડો. માંડવીયા સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,લીંબડીનાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, આર.સી.ફળદુ, ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા સહિત આગેવાનો જોડાયા હતા.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : GIR SOMNATH : ક્રાઇમ બ્રાન્ચે કર્યો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગામના યુવકને શિકાર બનાવી પડાવ્યા હતા 1.24 લાખ

Tags :
Advertisement

.