Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ફોટો પ્રિન્ટિંગમાં ભાવ વધારાની માગણી

અહેવાલ--આનંદ પટણી, સુરત  સુરત (Surat) શહેરને ટેક્સટાઇલ સિટી (Textile City) કહેવામાં આવે છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોડેલિંગ અને પ્રિન્ટિંગ અભિન્ન અંગ ગણાય છે. ત્યારે મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન (Modeling and Printing Association)  દ્વારા ફોટો પ્રિન્ટિંગ (photo printing) માં ભાવ...
surat  મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ફોટો પ્રિન્ટિંગમાં ભાવ વધારાની માગણી
અહેવાલ--આનંદ પટણી, સુરત 
સુરત (Surat) શહેરને ટેક્સટાઇલ સિટી (Textile City) કહેવામાં આવે છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોડેલિંગ અને પ્રિન્ટિંગ અભિન્ન અંગ ગણાય છે. ત્યારે મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન (Modeling and Printing Association)  દ્વારા ફોટો પ્રિન્ટિંગ (photo printing) માં ભાવ વધારાની માગણી સાથે હડતાલ (strike) ની ચીમકી વિચારવામાં આવી છે. જો મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન હડતાલ કરશે તો મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલ ટેક્સટાઇલ ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે.
મોડેલિંગ અને પ્રિન્ટિંગનું મહત્વ
સુરત શહેરને ટેક્સટાઇલ સિટી કહેવામાં આવે છે અને ટેક્સટાઇલ સિટી સુરતમાં જે કાપડનું પ્રોડક્શન થાય છે તેનું વેચાણ અન્ય રાજ્યોમાં તો થાય છે પરંતુ અન્ય દેશોમાં પણ સુરતના કપડાનું વેચાણ થાય છે. સુરતના કાપડ ઉદ્યોગ માટે જેટલું મહત્વ કાપડ પ્રોસેસિંગથી લઈ કપડું તૈયાર કરવા સુધીની પ્રક્રિયાનું છે તેટલું જ મહત્વ મોડેલિંગ અને પ્રિન્ટિંગનું પણ છે. કારણ કે સુરતમાંથી જે સાડીઓ કે પછી અન્ય કપડાઓ તૈયાર થાય છે તેનું મોડેલિંગ કરી એકે કેટલોગ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ કેટલોગને પ્રિન્ટ કરીને અન્ય રાજ્યોના વેપારીઓને મોકલવામાં આવે છે અને ત્યાં સેમ્પલના આધારે જ માલનો ઓર્ડર આપતા હોય છે.
surat
 મોડેલિંગ અને પ્રિન્ટિંગ મોંઘુ
હાલ મોંઘવારીના સમયમાં કાપડનું પ્રોડક્શન જેટલું મોંઘું બન્યું છે એટલું જ મોંઘુ મોડેલિંગ અને પ્રિન્ટિંગ પણ થયું છે. એટલા માટે મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ભાવ વધારાની માગણી વેપારીઓ સમક્ષ કરવામાં આવી છે. પ્રિન્ટિંગ અને મોડેલિંગ એસોસિયેશનની માગણી છે કે, વર્તમાન સમયમાં કાગળના ભાવ પણ વધી રહ્યા છે પરંતુ પ્રિન્ટિંગના ભાવમાં વધારો થયો નથી અને તેના જ કારણે કોસ્ટ ખૂબ ઊંચી આવે છે. તેના કારણે પર પ્રિન્ટિંગ દીઠ 1 રૂપિયાના વધારાની માગણી કરવામાં આવી છે.
 મોડેલિંગ અને પ્રિન્ટિંગના વ્યવસાય સાથે અંદાજિત 1500 થી 2000 લોકો જોડાયેલા છે
આ ઉપરાંત મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનની માગણી છે કે વેપારીઓ દ્વારા પેમેન્ટ પણ સમયસર આપવામાં આવે કારણ કે અગાઉ તેમને મોડેલિંગ અને ફોટો પ્રિન્ટિંગ બાદ 10થી 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું અને હાલ ઘણા એવા વેપારી છે કે જે 90 દિવસ બાદ પણ પેમેન્ટ આપતા નથી. જેના કારણે તેમના ધંધાને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. મોડેલિંગ અને પ્રિન્ટિંગના વ્યવસાય સાથે અંદાજિત 1500 થી 2000 લોકો જોડાયેલા છે. જો વેપારી દ્વારા ભાવ વધારાની માગણી સ્વીકારવામાં નહીં આવે તો મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
mnodeling
જો હડતાલ કરવામાં આવશે તો તેની અસર સીધી ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે
મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જો હડતાલ કરવામાં આવશે તો તેની અસર સીધી ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે. કારણ કે હાલ સોશિયલ મીડિયાના સમયમાં મોટાભાગે લોકો મોડેલિંગ ફોટા ઉપરથી જ કપડાનો ઓર્ડર આપતા હોય છે અને અન્ય રાજ્યોમાં કાપડના સેમ્પલના બદલે મોડેલિંગ ફોટાના કેટલોગ પ્રિન્ટ કરીને મોકલવામાં આવતા હોય છે. ત્યારે પ્રિન્ટિંગ અને મોડેલિંગ એસોસિએશન દ્વારા જો હડતાલ કરવામાં આવશે તો સુરતના કાપડના વેપારીઓને માલ વેચવામાં પણ મુશ્કેલી થશે. હાલ કાપડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થતો હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. તેવામાં જો પ્રિન્ટિંગ અને મોડેલિંગ એસોસિએશન હડતાલ કરશે તો ટેક્સટાઇલ ઉદ્યોગની હાલત વધુ કફોડી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.