Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન સાથે વાતચીત

મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે...
રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરી લઇને કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન સાથે વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમા સાથે વાત કરી હતી.
પ્રશ્ન-- પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ
દેશનું બંધારણ અને કાયદો સ્વૈચ્છાએ પ્રેમ લગ્ન કરવાની રજા આપે છે પણ હાલની સ્થિતિમાં પ્રેમલગ્ન મોટો અપરાધ થઇ ગયો છે. ખાસ કરીને છોકરો  મુસ્લિમ હોય અને છોકરી અન્ય હોય તો ખાસ કરીને કેટલીક સંસ્થાઓ જાણે કે એક સમાજને કઠેરામાં ઉભો કરી દે છે. પ્રેમ લગ્ન આમ તો  કાયદેસર છે પણ સમાજીક રીતે સમાજની સેફ્ટી માટે કહું છું કે અટકવા જોઇએ
પ્રશ્ન-- ખાસ કરીને હિન્દુ કે મુસ્લિમ હોય કે અન્ય જ્ઞાતિ હોય,  પ્રેમ લગ્નથી શું તકલીફો પડી શકે અને માતા પિતાની મંજૂરી કેમ ફરજિયાત હોવી જોઇએ
પ્રેમલગ્ન છોકરો છોકરીની સહમતીથી થતું હોય છે પણ સમાજનો નજરીયો ક્યાંકને ક્યાંક હિન્દુ મુસ્લિમમાં તબદિલ થઇ જતો હોય છે. જ્યારે પ્રેમ લગ્ન એક જ જ્ઞાતિમાં હોય તો કોઇને વાંધો હોતો નથી પણ છોકરો મુસ્લિમ હોય અને છોકરી હિન્દુ હોય તો અમુક કટ્ટરવાદી સંગઠનો અલગ રુપ આપતા હોય છે ત્યારે ઘણી બધી સામાજિક મુશ્કેલી પડતી હોય છે. હાલના સમયમાં મને એવું લાગે છે કે બંધારણમાં ઉલ્લેખ છે કે છોકરો છોકરી ઉંમર લાયક થાય ત્યારે સ્વતંત્ર અધિકાર છે પોતાનો નિર્ણય લઇ શકે પણ હાલના તબક્કે જે પરિસ્થિતી છે તે જોતાં મને લાગે છે કે મા બાપની સંમતિ જરુરી છે અને આ માગ અમે આજથી 6 મહિના પહેલા અમારી સંસ્થા વતી ગુજરાત સરકાર પાસે પણ મે કરી હતી.
પ્રશ્ન- તમામ સમાજમાં સામાજિક સમરસતા કેળવાય તે માટે શું કરવું જોઇએ અને નવી પેઢીને બાળકો યુવાઓને  સારા સંસ્કાર મળે તે માટે શું કરવું જોઇએ
સામાજીક સંબંધો સારા બને તે માટે એક જ છે કે પ્રેમ લગ્નને બીજા નજરે જોવા આવે છે તે નજરીયો ચેન્જ થાય તો મને લાગે છે કે મને લાગે છે કે દેશમાં શાંતિ ભી થાય સંસ્કાર તો દરેક છોકરા છોકરીને પોતાના ધર્મમાં માતા પિતાની મંજૂરીથી લગ્ન કરે તો સારુ પાત્ર જોઇ લગ્ન કરે તેવા સંસ્કાર હોવા જોઇએ અને પ્રેમ લગ્ન હોય તેમાં માતા પિતા કુટુંબ સહમતી હોય તો મને લાગે છે કે ઇસ્યુ ના થાય અને ભાગીને પોતાના ઘરની ઇજ્જતનું લીલામ કરે છે તે પ્રક્રિયા ના હોવી જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.