Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad :  કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બલ્ગેરિયન યુવતીએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર રાજીવ મોદી સામે યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ અગાઉ સોલા અને મહિલા પોલીસમાં કરી હતી ફરિયાદ નીચલી કોર્ટે અરજી નામંજૂર કરતા હાઈકોર્ટમાં રિટ 4 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં વધુ...
ahmedabad    કેડિલાના cmd રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ
કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ
બલ્ગેરિયન યુવતીએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
રાજીવ મોદી સામે યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ
અગાઉ સોલા અને મહિલા પોલીસમાં કરી હતી ફરિયાદ
નીચલી કોર્ટે અરજી નામંજૂર કરતા હાઈકોર્ટમાં રિટ
4 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે
અમદાવાદની નામાંકિત ફાર્મા કંપની કેડીલા ના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ છે. બલ્ગેરિયન યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરીને દુષ્કર્મનો આરોપ લગાવતાં બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી તા.૪થી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી.
નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે
પ્રાપ્ત માહિતી મુજબ 27 વર્ષની બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ યુવતીએ નામાંકિત ફાર્મા કંપની કેડીલાના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી સામે ફરિયાદ કરતી અરજી કરી છે જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેની સાથે દુષ્કર્મ થયું છે. અરજદાર યુવતી દ્વારા  કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતી તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા.
લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી
આ યુવતીએ અગાઉ સોલા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાતા 5 ઓક્ટોબર 2023 ના રોજ આ ફરિયાદને ફરિયાદીને વાંધો નહિ હોવાનું કરી અરજી રદ કરી હતી અને સમગ્ર કેસમાં પીડિત યુવતી પાસે પોતાનો સામાન પરત આપવાની અરજી ઉપર સહી કરાવી લેવામાં આવી હતી.અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
સમગ્ર કેસમાં 50 જેટલી યુવતીઓ ભોગ
ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એક મહિલા અધિકારી દ્વારા છેતરીને સહી કરાવી લેવામાં આવેલી પણ રજૂઆત કરવામાં આવી છે. આરોપ લગાવાયો છે કે સમગ્ર કેસમાં 50 જેટલી યુવતીઓ ભોગ બની છે.
4 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી
સમગ્ર મામલાની  4 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને  આરોપી ઉપર એફઆઇઆર નોંધવી કે નહીં તે ઉપર કોર્ટ હુકમ કરશે.
Advertisement
Tags :
Advertisement

.