Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં ઘેર બેઠા પ્રસાદ મળી રહે એ માટે સેવાની શરૂઆત કરાવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી. રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને...
cm ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં ઘેર બેઠા પ્રસાદ મળી રહે એ માટે સેવાની શરૂઆત કરાવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી. રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે.

Advertisement

CM ભુપેન્દ્ર પટેલ

CM ભુપેન્દ્ર પટેલ

આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તોને તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

માઈભક્તોને મળશે સેવા

માઈભક્તોને મળશે સેવા

અંબાજી દેશભરમાં જાણીતું જગતજનની જગદંબા માં અંબાનું શકિતપીઠ છે. આ મંદિરમા માઈ ભક્તો વિશ્વના ખૂણે ખૂણે થી દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે હવેથી માઈ ભક્તોને ઓન લાઈન પ્રસાદ પણ વ્યવસ્થા શરૂ કરાઇ છે.

Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો -- Godhra school accident: ફરી એકવાર રાજ્યમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો શાળા સંચાલકોએ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.