CM Bhupendra Patel બાળકો સાથે માંડી ગોઠડી, વિદ્યાર્થીઓને જીવન જીવવાના પાઠ ભણાવ્યા
નર્મદા (Narmada) જિલ્લાના સાગબારા તાલુકાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની (Javli) મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ ગ્રામ સભા યોજ્યા બાદ ગામની શાળાના બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી. બાળકો સાથે બાળક જેવા બનેલા મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના મુખેથી અભ્યાસકીય મૂંઝવણો અને શૈક્ષણિક પ્રગતિની વિગતો સાંભળી હતી.
બાળકોને મુખ્યમંત્રીની શીખ
તેમણે બાળકોને સતત શીખતાં રહેવા, જિજ્ઞાસાવૃત્તિ કેળવવા અને આજ્ઞાંકિત બનવાની શીખ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ (CM Bhupendra Patel) બાળકોને અભ્યાસમાં ક્યારેય આળસ ન કરવા અને સતત પરિશ્રમથી ગામ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
સવારે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તાપી (Tapi) જિલ્લાના દુર્ગમ આદિજાતિ વિસ્તારના ગામોની મુલાકાતે ગુરુવારે સવારે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બુધવારે રાત્રિ રોકાણ સાગબારાના જાવલિ ગામે કરીને ગ્રામસભા યોજ્યા બાદ ગુરુવારે સવારે તે ગામની પ્રાથમિક શાળાના ક્લાસરૂમની મુલાકાતે ગયા હતા અને ભૂલકાઓ સાથે બેન્ચ પર બેસી વાર્તાલાપ કર્યો હતો.
દુધમંડળીની મુલાકાત
ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ જિલ્લા તાપીના ડાબરી આંબા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની (Co-operative society) નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે મંડળીની સભાસદ આદિજાતિ બહેનો અને અન્ય સભાસદો સાથે સંવાદ કરી દૂધ (Milk) એકત્ર કરવા અને વિતરણ વ્યવસ્થા તેમજ પશુપાલન (Animal Husbandry) અંગે ઝીણવપૂર્વક વિગતો મેળવી હતી.
આ પણ વાંચો : DABHOI : 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર 3.5 કિમી લાંબા બ્રિજનું કામ પૂર્ણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.