અમદાવાદના જમાલપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ઘટના સ્થળે હાજર
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગેરસમજણના સર્જાયેલ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રાત સુધીમાં આગચંપીનું રૂપ ધારણ કર્યુ. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો. કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ થઈ, જે મામલે પોલીસે કુલ 16 આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એ પણ સ્વચ્છતા કરવામાં આવી છે કે આ બબાલ કોઈ કોમ વચ્ચે ન હતા.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પીરબાઈ ધોબીની ચાલીમાં ગઈકાલે બપોરે સ્થાનિક કનુ ભાઈ ઓડ નામના ઘરે પારિવારિક ઝઘડો થયો, જેમાં ગાળા- ગાળી થઈ. જોકે પોલીસના કહેવા અનુસાર એક નાની ગેરસમજના કારણે ત્યાંના સ્થાનિકો અને કિન્નરો એકબીજા સામે ઉગ્રતાપૂર્વક સામસામે આવી ગયા. ગઈકાલે બપોરના સમયે કનુભાઈ ઓડ અને તેમના પરિવારમાં ઝઘડો થયો જ્યાં ગાળા ગાળી થઈ રહી હતી, જોકે ત્યાં હાજર કિન્નરોએ આ ગાળો કિન્નરોને આપી હોવાની ગેર સમજ થઈ, બાદમાં મામલો બગડતા સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર બબાલ થઇ.
કે ડિવિઝન ACP મિલાપ પટેલે જણાવ્યુ હતું કે બપોરે બનેલ ઘટનાની અદાવતમાં બંને જૂથ વચ્ચે ફરીથી સાંજે બબાલ થઈ અને રાસ સુધીમાં આગચપી ઘટનામાં પરિવર્તિત થઈ. એક જૂથ દ્વારા મકાનને આગ લગાડવામાં આવી અને વાહન ને પણ આગ લગાડી અને મારામારી થઈ. જોકે ઘટનાની ગંભીરતાને જોતા કાગડા પોલીસ સ્ટેશન ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઉપરાંત ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.
ઘટના બાદ બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધવામાં આવી જે મામલે પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીની ધરપકડ કરી છે. બંને જૂથના અલગ અલગ પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે, એટલે કે એક જૂથના આરોપીઓને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજા જૂથના આરોગ્ય અને મણીનગર પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે, જેથી કરીને એકબીજા સામે આવી ફરીથી ઘર્ષણ ઊભું ન થાય. ઘટના સંદર્ભે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરી વિનંતી કરવામાં આવી છે કે લોકો આ ઘટના સંદર્ભે કોઈ અફવા સાંભળી કે જાણી ગેરમાર્ગે ન દોરાય. કેમ કે આ ઘટનામાં કોઈ કોમના લોકો સામ સામે ન હતા.
આ પણ વાંચો : પંચમહાલમાં નદીમાં વરસાદી પાણી આવતાં ટ્રકો ફસાઈ, ફસાયેલા ડ્રાઈવરોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ