Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટા ઉદેપુર : મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરાયું

છોટા ઉદેપુર જીલ્લામાં જીવાદોરી સમાન ગણાતા સુખી ડેમ ડુંગરવાંટ ખાતે રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની...
છોટા ઉદેપુર   મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરાયું

છોટા ઉદેપુર જીલ્લામાં જીવાદોરી સમાન ગણાતા સુખી ડેમ ડુંગરવાંટ ખાતે રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના અંતર્ગત નહેર સુધારણા અને નવીનીકરણના રૂપિયા 225 કરોડના ખર્ચે તથા પાણી પુરવઠા વિભાગના નસવાડી અને સંખેડા વિસ્તારના પીવાના પાણીની યોજનાના રૂપિયા ૮૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ સુખી ડેમ ડુંગરવાટ ખાતે રાજ્યના જળ સંપતિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

Advertisement

જળ સંપતિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ 

50 વર્ષ પહેલા બનાવવામાં આવેલ સુખી જળાશય સુખી ડેમ અને કેનાલો છે જે રીપેરીંગ માંગી રહી હતી. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ખૂબ જ યાતના ભોગવવી પડતી હતી. આજરોજ આ કામોનું ખાત મુહુર્ત કરતા મહદઅંશે આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈની જે દુવિધા હતી તેનો  નિકાલ આવતો જોવા મળી રહ્યો છે.

Advertisement

મંત્રી કુંવરજી બાવળીયા

મંત્રી કુંવરજી બાવળીયા

મંત્રીએ કરેલા પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સદર કામો મંજૂર કરવવા માટે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો દ્વારા અથાગ મહેનત કરી છે અને જિલ્લાના ત્રણેય જન પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની ચિંતા કરી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ અપાવી પોતે એક સાચા અર્થમાં જનસેવક છે તે સાબિત કર્યું છે. આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો : BJP માં જોડાવા અંગે શું કહ્યું કનુભાઇ કળસરીયાએ ?

Tags :
Advertisement

.