Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : એસ એફ હાઇસ્કુલના આચાર્યના ચાર્જનો વિવાદ વકર્યો, બન્ને શિક્ષકો પુર્વ આચાર્ય તેમજ નવનિયુક્ત આચાર્ય થયા આમને સામને

અહેવાલ - તોફીક શેખ   છોટા ઉદેપુરના શિક્ષણધામમાં લાજવાને બદલે ગાજયા, બન્ને શિક્ષકો પુર્વ આચાર્ય તેમજ નવનિયુક્ત આચાર્ય થયા આમને સામને.છોટાઉદેપુર નગરની એસ એફ હાઇસ્કુલના આચાર્યના ચાર્જનો વિવાદ વકર્યો છે, જેના આક્ષેપ પ્રતિઆક્ષેપના વિડિયો વાઇરલ થતા નગરમાં ચર્ચા ટોપ ઓફ ધ...
chhota udepur   એસ એફ હાઇસ્કુલના આચાર્યના ચાર્જનો વિવાદ વકર્યો  બન્ને શિક્ષકો પુર્વ આચાર્ય તેમજ નવનિયુક્ત આચાર્ય થયા આમને સામને
અહેવાલ - તોફીક શેખ  
છોટા ઉદેપુરના શિક્ષણધામમાં લાજવાને બદલે ગાજયા, બન્ને શિક્ષકો પુર્વ આચાર્ય તેમજ નવનિયુક્ત આચાર્ય થયા આમને સામને.છોટાઉદેપુર નગરની એસ એફ હાઇસ્કુલના આચાર્યના ચાર્જનો વિવાદ વકર્યો છે, જેના આક્ષેપ પ્રતિઆક્ષેપના વિડિયો વાઇરલ થતા નગરમાં ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની હતી.
છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમા આચાર્યના ચાર્જને લઈ પૂર્વ અને વર્તમાન આચાર્ય વચ્ચે વાકયુદ્ધ સર્જાયું હોવાનુ
જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમા વર્ષ ૨૦૧૮ થી રાજકિશોર શર્માને શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા હતા. અને ૨૦૨૩ ના વર્ષમાં ઓક્ટોબર માસની ૨૭મી તારીખે નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારી ભાવિક બારજોડે લેખિત પત્ર લખીને રાજકિશોર શર્માને આચાર્યના પદ ઉપરથી દૂર કરી નવો આદેશના થાય ત્યાં આચાર્યના પદ ઉપર આજ શાળાના શિક્ષક સંદીપકુમાર વિઠ્ઠલદાસ રાઠવાને આચાર્યના પદ ઉપર નિમણૂક કરી છે.
Image preview
પરંતુ રાજકિશોર શર્મા જણાવેછે કે, મને આચાર્ય પદેથી હટાવતા મે વાંધો રજૂ કર્યો છે. પણ મને કોઈ પ્રત્યુત્તર મને મળ્યો નથી એમ રૂબરૂ મુલાકાતમા જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ નવા આચાર્ય તરીકે નિમણૂક પામેલા આચાર્ય  સંદીપ કુમાર વિઠ્ઠલદાસ રાઠવા એ આજે નવું શાળાનું સમયપત્રક બનાવી તે મુજબ પૂર્વ આચાર્ય રાજકિશોર શર્માને સમયપત્રક મુજબ તાસ લેવા જવાનું કહેતા મામલો બિચકયો હોવાનું જાણવા મળી આવેલ હતુ.અને એકબીજા સામે કર્યા આક્ષેપો ના વિડિયો વાઈરલ થયા હતા.
જેમાં પુર્વ આચાર્ય કોઈપણ દફતરી કામ કરવા દેતા નથી,નવનિયુક્ત આચાર્યને ચાવીઓ હજી સુધી સુપ્રદ નહીં કરી,નો નવનિયુક્ત આચાર્ય એ કર્યો આક્ષેપ હતો.તો બીજી તરફ પૂર્વ આચાર્ય એ માનસિક ત્રાસ આપતા હોવાનો તેમજ સિનિયોરિટી પ્રમાણે હું આચાર્ય છું નો દાવો કર્યો હતો.
 આમ પૂર્વ અને વર્તમાન આચાર્યની લડાઈમાં બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે બાળકોના ભવિષ્યના શિક્ષણ ઉપર વિપરીત અસર ન થાય તે જોવાની જવાબદારી શાળા સંચાલક મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી ની હોય તેઓ આ બાબતે શુ પગલાં લેશે ?અને કોની ઉપર લેશે? તે આવનાર નજીકના ભવિષ્યમાં લોકો સમક્ષ આવશે.
Advertisement
Advertisement

.