Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : નકલી કચેરીના કૌભાંડના આરોપીના જામીન અરજી ફગાવાયા

અહેવાલ -  તોફીક શેખ  છોટાઉદેપુરની નકલી કચેરીના કૌભાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. સાત આરોપીઓ પૈકી છ દ્વારા જામીન અરજી મુકાઈ હતી. અબુબકર સૈયદ, સંદીપ રાજપૂત, અંકિત સુથાર, ચંદુભાઈ કારેલીયા, મયુર...
chhota udepur   નકલી કચેરીના કૌભાંડના આરોપીના જામીન અરજી ફગાવાયા
અહેવાલ -  તોફીક શેખ 
છોટાઉદેપુરની નકલી કચેરીના કૌભાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. સાત આરોપીઓ પૈકી છ દ્વારા જામીન અરજી મુકાઈ હતી. અબુબકર સૈયદ, સંદીપ રાજપૂત, અંકિત સુથાર, ચંદુભાઈ કારેલીયા, મયુર પટેલ, જાવેદ માકનોજીયાની જામીન અરજી કરાઇ હતી.
છોટા ઉદેપુર કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી કાર્યપાલક ઇજનેરના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી સહી સિક્કા બનાવી ખોટી સહી કરી ખોટા દરખાસ્ત તૈયાર કરી પ્રાયોજના વહીવટદારની કચેરીમાં  કુલ ૯૩ સરકારી કામો જેની કિંમત ૪,૧૫, ૫૪,૯૧૫ મેળવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર વિરુદ્ધ છોટા ઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતાને જોઈ  જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરી હતી.
આ મામલે ચાલતી તપાસમાં પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ચાર સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરાઇ હતી.
આરોપીઓ દ્રારા ૨વર્ષમાં રૂ ૪.૧૫  કરોડ સેરવી લીધા હતા.પોલીસની બનાવેલ વિવિઘ ટીમો દ્વારા ગ્રાન્ટ મેળવેલ ૯૩ કામોનું ક્રોસ વેરીફીકેશન પણ કરાયું હતું. જેમાં ઘણાં કામો બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસ દ્વારા દરેક આરોપીઓના અલગ અલગ તબક્કામાં રિમાન્ડ મેળવી તપાસ નો ધમધમાટ બોલાવ્યો હતો. જે ગુનાના  આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં સાત પૈકી છ આરોપીઓએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અતુલ કુમારની કોર્ટમાં જામીન મેળવવા અરજ કરેલ હતી. જે નામદાર કોર્ટે ફગાવી દેતા તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
કેવી રીતે સમગ્ર કૌભાંડ ઉપર થી પડદો ઉઠ્યો
 છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરીમાં પ્રાયોજના વહીવટદાર સચિન કુમાર આઈએએસના અધ્યક્ષ સ્થાને ડીસેટ પ્રોજેક્ટ અંતર્ગત ઉદ્ધવહન સિંચાઇ યોજનાની મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સિંચાઈ શાખાના કાર્યપાલક ઇજનેર ઉપરાંત બોડેલી સુખી કોલોની ખાતેની સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન ની કચેરીના કાર્યપાલક ઈજનેર તેમજ પ્રોજેક્ટ મેનેજર હાજર હતા. આ મીટીંગ દરમિયાન બોર્ડર વિલેજ યોજનાના ૧૨ કામોની દરખાસ્ત આવતા તે બાબતે ચર્ચા કરાઈ હતી.પ્રાયોજના વહીવટદારે આ દરખાસ્ત અંગે સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન-૨ ના કાર્યપાલક ઈજનેરને દરખાસ્ત બાબતે પૂછતા તેઓએ આવી કોઈ દરખાસ્ત તેમની કચેરીથી મોકલી ન હોવાનું તેમજ જાણ મુજબ આવી કોઈ ઓફિસ બોડેલી ખાતે ન હોવાનું જણાવતા દરખાસ્તમાં જણાવેલી કચેરી તથા અધિકારી બાબતે તપાસ ખરાઈ કરાવતા આવી કોઈ ઓફિસ કે અધિકારી બોડેલી ખાતે આવેલા નથી.
એમ જાણવા મળતા અગાઉ કેટલી દરખાસ્તો આવેલી છે. તે બાબતે કચેરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વર્ષ ૨૧-૨૨ દરમિયાન કુલ ૪૦ કામોની રૂપિયા ૧૯૭૩૭૭૮૫ ની દરખાસ્તો કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેકટ ડિવિઝનની આવતા તત્કાલીન પ્રાયોજના વહીવટદાર દ્વારા વહીવટી મંજૂરી આપી હતી, અને તેની નાણાકીય ચુકવણી ચેક મારફતે કરાઈ હતી. વર્ષ ૨૨-૨૩ દરમિયાન પણ કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેકટ ડિવિઝનની ૫૩ કામોની દરખાસ્ત ૨૧૮૧૭૧૩૦ રૂપિયાના કામોની આવતા ત્યારે પણ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર દ્વારા  વહીવટી મંજૂરી આપી હતી.તેનું ઇ પેમેન્ટ પણ કરાયું હતું.
જેની કોઈ ઓફીસ જ નથી છંતા બે વર્ષ દરમિયાન કુલ ૯૩ કામોની ૪,૧૫,૫૪,૯૧૫ રૂપિયાની દરખાસ્તોની વહીવટી મંજૂરી આપીને નાણાકીય ચુકવણી કરાઈ હતી.૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન સંદીપ રાજપુત નામનો શખ્સ આ સમયગાળા દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી કાર્યપાલક ઇજનેના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી તેના સહી સિક્કા બનાવી ખોટી સહયોગ કરી ખોટી ૧૦ દરખાસ્તો તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ કરી અને સરકારને ૯૩ કામોના ૪,૧૫,૫૪,૯૧૫ની રકમ તેમની કચેરીના અગાઉના અધિકારીઓ કે અત્યારના કામ કરી રહેલા અધિકારીઓને રહેમ નજર કે મેળા પીણા હેઠળ ગુનાહિત કાવતરાના ભાગરૂપે પોતાના આર્થિક ફાયદા સારું મેળવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી ગુનો કર્યો હોય સંદીપ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.