Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો દેહ શિવમાં લીન, પુત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરાયા

ભજન અને સંતવાણીના ગુરુ ગણાતા લક્ષ્મણ બાપુએ જામનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમની અંતિમ ક્રિયામાં અનેક લોક ગાયક કલાકારો જોડાયા હતા અને તેમની સાથે ભજન અને સંતવાણીમાં સુર પુરાવનારા ગાયક કલાકારોએ લક્ષ્મણ બાપુને યાદ કરી તેમની ખોટ હંમેશા સતાવશે તેમ...
વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો દેહ શિવમાં લીન  પુત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરાયા

ભજન અને સંતવાણીના ગુરુ ગણાતા લક્ષ્મણ બાપુએ જામનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમની અંતિમ ક્રિયામાં અનેક લોક ગાયક કલાકારો જોડાયા હતા અને તેમની સાથે ભજન અને સંતવાણીમાં સુર પુરાવનારા ગાયક કલાકારોએ લક્ષ્મણ બાપુને યાદ કરી તેમની ખોટ હંમેશા સતાવશે તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું હતું

Advertisement

આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં લક્ષ્મણ બારોટનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા યુવાનો અને બાકીના 20 ટકામાં વડીલો રહેતા. તેમના ભજન સાંભળીને અનેક યુવાનો ભક્તિમાર્ગ પર વળ્યા હોવાના પણ કેટલાક દાખલા છે.પોતાના ભજનોથી ગુજરાત સહિત વિશ્વભરમાં સંતવાણીના સૂર રેલાવનાર ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન થતા ગાયક કલાકારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

Advertisement

જાણીતા ભજન અને સંતવાણીના મહાનાયક લક્ષ્મણ બાપુના અવસાનના સમાચારથી સંત સમાજ તેમજ તેમના ચાહક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે. આજે જામનગર ખાતે વહેલી સવારે તેમણે દેહત્યાગ કર્યો હતો. સાથે જ તેમના પાર્થિવ દેહને ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે તેમણે બનાવેલા ‘શિવશક્તિ ભજન પીઠ આશ્રમ’ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન અર્થે રાખવામાં આવતા ગામમાં પણ શોખ જોવા મળ્યો હતો અને બુધવારે સવારે પવિત્ર નર્મદા નદી કાંઠે આવેલ ભાલોદ ગામના મોક્ષ ઘાટ ખાતે તેઓના પુત્ર અરુણ બારોટે અગ્નિદાહ આપી અંતિમ ક્રિયા કરી હતી જેમાં ગુજરાતના અનેક બાપુ સાથે ભજન અને સંતવાણીમાં સેવા આપી ચૂકેલા લોક ગાયક કલાકારો પણ જોડાયા હતા અને બાપુની વિદાય ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો : Janmashtami : જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું

Tags :
Advertisement

.