Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ (Rain) પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં...
ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં  સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ (Rain) પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે.

Advertisement

ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 19,446 ક્યુસેક થઈ રહી છે. તો હાલમાં પાણીની જાવક માત્ર 5027 ક્યુસેક છે. ત્યારે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ 8,229 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે.

આપણ  વાંચો -આ છે ભારતનું સૌથી પૈસાદાર ગામ, છે શહેરને ટક્કર મારે એવી સુવિધાઓ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.