Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુષ્કર્મની પીડીતા બાળાને અમાનુષી ત્રાસ આપનાર બે યુવતીઓની કરી ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળાનું અપહરણ કરી દુષ્કર્મમાં કર્યાના ગુનામાં પતિ જેલમાં ધકેલાયા હોવાની દાઝ રાખી પત્નીએ માતા અને બહેન સાથે મળી સગીરા નું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પરિચિત મહિનાના ઘરે લઈ જઈ સગીરાના ગુપ્તાંગમાં મરચાવાળું પાણી...
દુષ્કર્મની પીડીતા બાળાને અમાનુષી ત્રાસ આપનાર બે યુવતીઓની કરી ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળાનું અપહરણ કરી દુષ્કર્મમાં કર્યાના ગુનામાં પતિ જેલમાં ધકેલાયા હોવાની દાઝ રાખી પત્નીએ માતા અને બહેન સાથે મળી સગીરા નું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પરિચિત મહિનાના ઘરે લઈ જઈ સગીરાના ગુપ્તાંગમાં મરચાવાળું પાણી નાખ્યા બાદ ઉપરાંત બન્ને જાંઘના ભાગે ડામ આપી બાળા ને રસ્તે છોડી મૂકી હતી જે ગુનામાં સરથાણા પોલીસે અગાઉ બે મહિલા ઝડપી પાડી હતી બાદ ફરાર થઈ ગયેલી અન્ય બે યુવતીઓને સુરત પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળા જેનું તારીખ 8 4 2023 ના રોજ અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે આ ગુનામાં સરથાણા પોલીસે ઉમેશ વશરામભાઈ ઉગરેજીયાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. બાળાની માતા પુત્રીનો કબજો મેળવી ઘરે પરત થતી હતી. તે વખતે ઉમેશની પત્ની સંગીતા એની માતા મધુબેન અને બેન મનીષા એ રિક્ષા ને આતરી સગીરાની માતાને રિક્ષામાંથી ઉતારી હતી અને બાળા અપહરણ કરી લસકાણા ખાતે રહેતી કિરણ ઉર્ફે ટીના નામની યુવતીના ઘરે આ બાળાને લઈ જવામાં આવી હતી અને પોતાના પતિને આ બાળા ને લઈને જેલ થઈ છે તેની અદાવત રાખી આ બાળાના ગુપ્તાંગમાં મરચા વાળું પાણી નાખવા ઉપરાંત બંને જાંઘના ભાગે ગરમ સાણસી વડે ડામ મૂકી આ બાળા સાથે અમાનુષી ત્રાસ આપી તેને રોડ વચ્ચે છોડી મૂકી હતી.

Advertisement

પુત્રીની શોધખોળ કરી રહેલી માતાને બાળા મળી આવતા આ બાળા લઈ સરથાણા પોલીસ મથકે પહોંચી હતી અને બાળા સાથે બનેલી ઘટનાને લઈને માતાએ સરથાણા પોલીસમાં સંગીતા, મનીષા, મધુબેન તેેમજ કિરણ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જોકે આ ગુનોો દાખલ થતા ની સાથે આ તમામ લોકો ભાગતા ફરતા હતા ત્યારે થોડા સમય પહેલા જ પોલીસે મધુબેન સોલંકી અને કિરણબેન ની ધરપકડ કરી હતી ત્યારે આ ગુનામાં ભાગતા ફરતા અન્ય બે મહિલા સંગીતા અને મનીષા ને પોલીસ બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલી બંનેવ મહિલા બાળા ઉપર બળાત્કાર કરનાર ઉમેશ ની પત્ની સંગીતા અને સંગીતા ની બેન મનીષા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત

Advertisement

આ પણ વાંચો : “પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના”માં રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ

Tags :
Advertisement

.