Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાઘવજી ઉવાચ..'હું હમાસની જેમ થતાં હુમલાને ઈઝરાયલની જેમ પાડી દઉ છું'

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું ચર્ચાસ્પદ નિવેદન મારી પર હમાસની જેમ હુમલાઓ થાય છેઃ રાઘવજી 'હું હમાસની જેમ થતાં હુમલાને ઈઝરાયલની જેમ પાડી દઉ છું' રાઘવજી પટેલે ખેડૂતોને સંબોધતા લલકાર્યો શેર જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધન કરતી વેળાએ કૃષિ...
રાઘવજી ઉવાચ   હું હમાસની જેમ થતાં હુમલાને ઈઝરાયલની જેમ પાડી દઉ છું
  • જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું ચર્ચાસ્પદ નિવેદન
  • મારી પર હમાસની જેમ હુમલાઓ થાય છેઃ રાઘવજી
  • 'હું હમાસની જેમ થતાં હુમલાને ઈઝરાયલની જેમ પાડી દઉ છું'
  • રાઘવજી પટેલે ખેડૂતોને સંબોધતા લલકાર્યો શેર

જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધન કરતી વેળાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું કે મારી પર હમાસની જેમ હુમલા થાય છે પણ હું ઇઝરાયેલની જેમ પાડી દઉં છું. રાઘવજી પટેલના આ નિવેદન બાદ સવાલ એ ઉભો થયો છે કે રાઘવજી પર હુમલા કરનાર હમાસ કોણ છે. ?

Advertisement

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજર

કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે જામનગરમાં છે અને તેઓ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજર રહ્યા હતા. આ સમારોહમાં ખેડૂતોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અને નરેન્દ્રભાઇ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂતોની આવક વધે તેવા પગલાં પણ લેવાઇ રહી છે તો પશુપાલન કરતા પશુપાલકોને પણ વધુ ફાયદો થાય તે માટે પણ કાર્ય કરી રહ્યા છે.

Advertisement

ઇઝરાયેલનું ડ્રોન હમાસની મિસાઇલ પાડી દે છે

આ સમારોહમાં રાઘવજી પટેલે શેર પણ ફટકાર્યો હતો. તેમણે કહ્યું કે વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે...અને ત્યાર બાદ તેમણે કહ્યું કે તમારા બધાની ક્યાંકને ક્યાંક લાગણી હશે. અત્યારે હમાસવાળા ઇઝરાયેલ પર મિસાઇલ છોડી રહ્યા છે અને તમે જો જો તેમનું ડ્રોન તે અધવચ્ચે પાડી દે છે.

Advertisement

દુશ્મનો તરફથી મારા પર જેટલી મિસાઇલો આવે છે તે આકાશમાં જ તૂટી પડે છે

તેમણે શેર લલકારતાં કહ્યું કે વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે...તમારા બધાની ક્યાંક ને ક્યાંક લાગણી હશે, અત્યારે હમાસ વાળા ઇઝરાયેલ પર મિસાઇલ છોડે છે તે તમે જોજો અને તેનું ડ્રોન છે તે અધવચ્ચે પાડી દે છે એવી કોકની લાગણી ગરીબ માણસોની દુઆ સહકાર અને પ્રેમથી દુશ્મનો તરફથી મારા પર જેટલી મિસાઇલો આવે છે તે આકાશમાં જ તૂટી પડે છે. તેના કારણે હું તમારા બધાના સહકારના કારણે ટકી રહ્યો છું

રાઘવજી પટેલ પર હમાસની જેમ હુમલા કોણ કરે છે

રાઘવજી પટેલે પોતાના દુશ્મનો પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું કે હમાસ જેમ મિસાઇલ છોડે એ મિસાઇલ ઇઝરાયેલ પાડી દે છે એમ મારી પર હુમલા થાય છે પણ હું પાડી દઉં છું. રાઘવજી પટેલના આ નિવેદન બાદ ચર્ચા એ શરું થઇ છે કે રાઘવજી પટેલ પર હમાસની જેમ હુમલા કોણ કરે છે અને રાઘવજીના હમાસ જેવા દુશ્મનો કોણ છે. રાઘવજીના આ નિવેદ પછી રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો----UNWTO દ્વારા ઘોરડોને ‘BEST TOURISM VILLAGES’ ની યાદીમાં સ્થાન, આ કારણોથી મળ્યુ આ સન્માન

Tags :
Advertisement

.