Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એક ઠગનું કારસ્તાન, UGVCL ના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કરી લખોની છેતરપિંડી

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આચાર્યની જીવનભરની કમાણી માત્ર ગણતરીના દિવસોમાં જ ઠગબાજોએ ખંખેરી લીધી. UGVCL ના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરીયાદીનું વીજ બિલ બાકી હોવાનું કહીને એકાઉન્ટમાં રહેલ 72 લાખ પૈકી રૂપિયા 68 લાખ 46 હજાર ઉપાડી લીધા....
વધુ એક ઠગનું કારસ્તાન  ugvcl ના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કરી લખોની છેતરપિંડી

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આચાર્યની જીવનભરની કમાણી માત્ર ગણતરીના દિવસોમાં જ ઠગબાજોએ ખંખેરી લીધી. UGVCL ના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરીયાદીનું વીજ બિલ બાકી હોવાનું કહીને એકાઉન્ટમાં રહેલ 72 લાખ પૈકી રૂપિયા 68 લાખ 46 હજાર ઉપાડી લીધા. જે મામલે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ અને સાયબર પોલીસે બિહારથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલા આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ હતી. નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ચિટર દ્વારા whatsapp પર મેસેજ કરીને UGVCL ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વીજળીનું બિલ બાકી હોવાનું જણાવ્યું હતું. જોકે ફરિયાદીએ ગુગલ પે ના માધ્યમથી પહેલાથી બિલ ભરી દીધું હતું. જોકે બિલ ન ભરાયું હોવાનું કહીને કાપી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપીઓએ ' યોનો એપ અને એનિ ડેસ્ક 'ડાઉનલોડ કરાવીને માત્ર ચાર દિવસોમાં તબક્કાવાર ₹68,76,000 પડાવી લીધા હતા. જેથી નિવૃત્ત આચાર્યનો પગાર સહિત નિવૃત્તિના લાભ પેટે મળેલ રકમ પણ આરોપીઓ દ્વારા ખંખેરી લેવામાં આવી જેથી આચાર્ય નિસહાય બની ચૂક્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાઇબર પોલીસની મદદથી બિહારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી રાજીવ ચૌધરી અને સંદીપકુમાર ચૌધરીએ હજુ ફરાર છે. જેમને શોધવા માટે પોલીસ કામ કરી રહી છે. મોટી વાત એ છે કે મુખ્ય આરોપી દ્વારા બિહારમાં અલગ અલગ 16 ખાતાઓમાં રકમ જમાં કારવાતો હતો.

Advertisement

પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે, તેમના એકાઉન્ટમાં રૂપિયા ચાર લાખ જેટલી રકમ જમા થઈ હતી. પોલીસે આરોપીઓ પાસે મોબાઇલ, લેપટોપ સહિત આધાર કાર્ડ અને સીમકાર્ડ જપ્ત કર્યા છે. અને હાલમાં પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા વોન્ટેડ આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપ કચીયા

Advertisement

આ પણ વાંચો : વધુ એક ગુજરાતીઓનું કેનેડામાં રહસ્યમય મોત, DySPના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા ચકચાર

Tags :
Advertisement

.