Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાવાગઢ ડુંગર પર રેનબસેરાનો બીજો હિસ્સો ધરાશાયી, 3 શ્રમિકો ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા

પાવાગઢમા ધારાશયી થયેલ ઢાંચાની બાજુમાં આવેલ વિશ્રામ કુટિરો ઉતારતી વેળાએ વધુ એક અકસ્માત થયો હતો. જેમાં 3 લોકો કાટમાળમાં દબાયા છે. બચાવ ટુકડી દ્વારા ત્રણેય મજૂરોને બહાર કાઢી સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે. 2 કામદારોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના...
પાવાગઢ ડુંગર પર રેનબસેરાનો બીજો હિસ્સો ધરાશાયી  3 શ્રમિકો ઇજાગ્રસ્ત  હોસ્પિટલ ખસેડાયા
Advertisement

પાવાગઢમા ધારાશયી થયેલ ઢાંચાની બાજુમાં આવેલ વિશ્રામ કુટિરો ઉતારતી વેળાએ વધુ એક અકસ્માત થયો હતો. જેમાં 3 લોકો કાટમાળમાં દબાયા છે. બચાવ ટુકડી દ્વારા ત્રણેય મજૂરોને બહાર કાઢી સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે. 2 કામદારોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તો આ મામલે જાણ થતા પોલીસ અને વહીવટીતંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

Advertisement

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 1 મહિલાનું મોત થયું હતું. ચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો. જાણવા મળ્યું છે કે અચાનક ભારે પવન સાથે વીજળી પડતા ઘટના બની હોવાની લોકચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો : અમદાવાદના વેજલપુરમાં ફ્લેટ ધરાશાયી, ફાયર દ્વારા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ

Tags :
Advertisement

Trending News

.

×