Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે માં અંબાના દર્શનાર્થે ઉમટ્યો ભક્તોનો અવિરત પ્રવાહ

આજે ચૈત્રી નવરાત્રીના આઠમનો પર્વ મંદિર સવારથી ભક્તોનો ઘસારો જય માં અંબે નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા દર્શન માટે માઇ ભક્તોનો અવિરત પ્રવાહ સવારના 5:30 વાગ્યાથી મંદિરોમાં ભક્તોની લાંબી કતાર AMBAJI : દેશભરમાં 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ...
ambaji   ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે માં અંબાના દર્શનાર્થે  ઉમટ્યો ભક્તોનો અવિરત પ્રવાહ
  • આજે ચૈત્રી નવરાત્રીના આઠમનો પર્વ
  • મંદિર સવારથી ભક્તોનો ઘસારો
  • જય માં અંબે નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા
  • દર્શન માટે માઇ ભક્તોનો અવિરત પ્રવાહ
  • સવારના 5:30 વાગ્યાથી મંદિરોમાં ભક્તોની લાંબી કતાર

AMBAJI : દેશભરમાં 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે પણ ભકતો વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતીમાં જોડાયા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી.

Advertisement

દર્શન માટે માઇ ભક્તોનો અવિરત પ્રવાહ

હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રીનું ઘણું મહત્વ છે માટે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ-અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. માટે અંબાજી મંદિરમાં આજે આઠમા નોરતે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે થાય છે 2 મંગળા આરતી મંદિરમાં કરવામાં આવી રહી છે. આવતીકાલથી સવારે એકજ મંગળા આરતી કરવામાં આવશે.

Advertisement

અંબાજી ( AMBAJI ) મંદિરમાં આજે થશે આઠમનો મોટો હવન

ચૈત્ર નવરાત્રીના આઠમાં નોરતાના પાવન અવસરમાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. એક આરતી ગર્ભગૃહની અંદર જયારે બીજી આરતી જવેરાની કરાઈ હતી. ત્યારે સવારના 5:30 વાગ્યાથી મંદિરોમાં ભક્તોની લાંબી કતાર મંદિરમાં જોવા મળી રહી છે. આજરોજ અંબાજી મંદિરમાં આઠમનો મોટો હવન પણ યોજાવવાનો છે.

Advertisement

આ પણ વાંચો : Salman Khan House Firing : ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.