Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC World Cup 2023 : ફાઇનલ મેચની ટિકીટની કાળાબજારી કરતાં યુવકને અમદાવાદ પોલીસે દબોચી લીધો

વર્લ્ડ કપ મેચની ટિકિટની કાળાબજારી અમદાવાદના બોડકદેવથી એકની ધરપકડ આરોપી પાસેથી 6 ટિકિટ જપ્ત કરાઈ મિલન મુલચંદાણી નામના યુવકની ધરપકડ ઓનલાઈન ખરીદ્યા બાદ ગેરકાયદે વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ પૂર્વે મેચની ટિકીટોની ભારે...
icc world cup 2023   ફાઇનલ મેચની ટિકીટની કાળાબજારી કરતાં યુવકને અમદાવાદ પોલીસે દબોચી લીધો

વર્લ્ડ કપ મેચની ટિકિટની કાળાબજારી
અમદાવાદના બોડકદેવથી એકની ધરપકડ
આરોપી પાસેથી 6 ટિકિટ જપ્ત કરાઈ
મિલન મુલચંદાણી નામના યુવકની ધરપકડ
ઓનલાઈન ખરીદ્યા બાદ ગેરકાયદે વેચાણ

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ પૂર્વે મેચની ટિકીટોની ભારે બોલબાલા છે. ક્રિકેટ રસીકો ફાઇનલ મેચની ટિકીટ મેળવવા ભારે મથામણમાં છે અને સ્ટેડિયમની બહાર પણ લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ પોલીસે બોડકદેવ વિસ્તારમાંથી મેચની ટિકીટની કાળાબજારી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો.

લેભાગુ તત્વો દ્વારા ટિકીટોની કાળાબજારી કરવાનો ખેલ પણ શરુ

Advertisement

વર્લ્ડ કપની ફાઇલ મેચ માટે કરોડો ક્રિકેટ રસીકોને ભારે રોમાંચ છે. એમાં પણ ભારત ફાઇનલમાં પ્રવેશ્યું છે અને આ વખતે ભારતે તમામ 9 મેચોમાં એકધારું સુંદર પ્રદર્શન કર્યું છે જેથી ક્રિકેટ રસીકો વિશ્વકપ ભારત જીતશે તેવી આશા રાખી રહ્યા છે અને તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઇવ મેચ નિહાળવા માટે ક્રિકેટ રસીકો ટિકીટની વેતરણમાં પડ્યા છે. કેટલાકે અગાઉથી જ ઓનલાઇન બુકિંગ કરાવી લીધું છે તે કેટલાક છેલ્લી ઘડીએ ટિકીટની મથામણ કરતા જોવા મળી રહ્યા છે તેવામાં લેભાગુ તત્વો દ્વારા ટિકીટોની કાળાબજારી કરવાનો ખેલ પણ શરુ કરાયો છે.

મેચની ટિકીટની કાળાબજારી કરતાં મિલન મુલચંદાણી નામના યુવકની ધરપકડ

Advertisement

વર્લ્ડ કપની ટિકિટની કાળાબજારીને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. બોડકદેવ પોલીસે બોડકદેવ વિસ્તારમાં બાગબાન ચાર રસ્તા વિસ્તારમાંથી મેચની ટિકીટની કાળાબજારી કરતાં મિલન મુલચંદાણી નામના યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી ફાઇલ મેચની 6 ટિકીટ મળી આવી હતી.

ટિકીટ ઓનલાઇન ખરીદી

મિલને આ ટિકીટ ઓનલાઇન ખરીદી હતી અને ત્યારબાદ પૈસા કમાવવા માટે તે કાળાબજારી કરી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘણા લોકો આ રીતે મેચ અગાઉ ઓનલાઇ ટિકીટ કરીને કાળા બજારી કરીને રોકડી કરી લેવાની પેરવી કરતા હોય છે તેનાથી સાવધ રહેવું જરુરી છે.

આ પણ વાંચો----અમદાવાદમાં ફાઈનલ મેચ : સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે બંદોબસ્તમાં ખડેપગે

Tags :
Advertisement

.