Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનાના કપડા પહેરી દુબઇથી અમદાવાદ પહોંચ્યું દંપતી..વાંચો સમગ્ર મામલો..!

દુબઇ (Dubai)થી સોનાની દાણચોરી (gold smuggling) કરવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સોનાની દાણચોરી કરતા શખ્સ અને સોની સહિત 2 જણાને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 45 લાખ રોકડા તથા સોનાના પતરા...
સોનાના કપડા પહેરી દુબઇથી અમદાવાદ પહોંચ્યું દંપતી  વાંચો સમગ્ર મામલો
Advertisement
દુબઇ (Dubai)થી સોનાની દાણચોરી (gold smuggling) કરવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સોનાની દાણચોરી કરતા શખ્સ અને સોની સહિત 2 જણાને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 45 લાખ રોકડા તથા સોનાના પતરા અને દિરહામ મળીને 8008120 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે 2 શખ્સને પકડ્યા
ગત 9 જુલાઇએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે  માણેક ચોક સાંકડી શેરી નાનશા જીવણની પોળના નાકેથી સોનાની દાણચોરી કરવાના કેસમાં જીગ્નેશ ઉર્ફે જીગર ભીખાભાઇ રાઠોડ (રહે, સમોર હાઇટ્સ, નરોડા) અને કેતન હર્ષદ સોની (રહે, નાનશા જીવણની પોળ સાંકડી શેરી)ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને 45 લાખ રુપિયા તથા સોનાના 3 પતરા તથા 4 દિરહામની નોટ મળીને 9008120 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ
પોલીસે જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ કરતાં દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જીગરની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે અમદાવાદના જયેશ સોની નામના વ્યક્તિએ તેને અને તેની પત્ની શીલાને દુબઇ ખાતે સોનુ લાવવા માટે મોકલ્યાહતા. બંનેને દુબઇ જવા આવવાની એર ટિકીટ તથા ચાર દિવસ રહેવાનો હોટેલનો ખર્ચો અને ટ્રીપ દરમિયાન 25 હજાર કુપિયા આપવાનું નક્કી થયું હતું.
arrest
પતિ-પત્નીને સોનાના કપડા પહેરવા આપ્યા
આ દંપતી દુબઇ પહોંચ્યા બાદ દુબઇમાં નીલ હોટલમાં રોકાયુ હતું. તે વખતે જયેશ સોનીના કહેવા મુજબ તેનો ચેતન ચૌધરી નામનો શખ્સ હોટલ પર મળવા આવ્યો હતો અને અને પહેરવા માટે એક વજનદાર બનિયાન અને એક વજનદાર જાંગીયો આપ્યો હતો. આ શખ્સે શીલા માટે વજનદાર સેનેટરી પેડ આપ્યું હતું અને આ કપડાંમાં કેમિકલ મિશ્રિત સોનુ ભેળવેલું હોવાનું જણાવ્યું હતું. આ કપડાં પહેરીને જીગર અને શીલા ગત 19 જૂનના રોજ દુબઇથી મુંબઇ આવ્યા હતા.
મુંબઇ એરપોર્ટથી બહાર આવી ટ્રેનમાં બેસી ગયા
મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પતિ-પત્ની ઉતર્યા હતા અને ઇમિગ્રેશન તથા કસ્ટમમાંથી હેમખેમ બહાર આવી બોરીવલી સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સુરત આવ્યા હતા અને સુરતથી વોલ્વો દ્વારા અમદાવાદ આવ્યા હતા. જો કે ત્યારબાદ બંનેએ જયેશ સોનીને દુબઇથી લાવેલુ સોનુ લૂંટાઇ ગયું હોવાનું જણાવ્યું હતું.
police
જીગરે સોનુ તેના મિત્ર કેતન સોનીને આપ્યું
જીગ્નેશ ઉર્ફે જીગરે ત્યારબાદ સોનુ તેના મિત્ર કેતન સોનીને આપ્યું હતું અને કપડામાંથી સોનું અલગ કરી કેટલુંક સોનુ વેચી દીધું હતું અને તે પેટે 45 લાખ આપ્યા હતા. કેતન પાસેથી બાકી રહેલું 546 ગ્રામ 22 મિલીગ્રામ સોનુ મળી આવ્યું હતું. પોલીસે આ મુદ્દામલ કબજે કર્યું હતું અને સોનાની તસ્કરી બાબતે તપાસ કરવા કસ્ટમ વિભાગને પણ જાણ કરી હતી.
દાણચોરી રેકેટની તપાસ શરુ
બંને આરોપી સોનું ક્યા સ્વરુપે લાવ્યા હતા અને કેતન સોનીએ કઇ રીતે કપડામાંથી સોનુ અલગ કર્યું હતું તથા 45 લાખનું સોનું કોને વેચ્યું છે ઉપરાંત દુબઇથી સોનુ મંગાવનાર જયેશ સોની ક્યાં રહે છે અને તે કોણ છે તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી છે. જીગ્નેશ અને તેની પત્ની અગાઉ જયેશના અથવા અન્ય શખ્સોના કહેવાથી આ રીતે સોનુ લાવ્યા છે કે કેમ અને સોનાની દાણચોરીનું ચોક્કસ રેકેટ ચાલે છે કે કેમ તેની પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ખાનગી કંપનીના કન્ટ્રી હેડ જોડે કતારમાં ગુનેગાર જેવું વર્તન

featured-img
બિઝનેસ

Twitter નો આઇકોનિક બ્લુ બર્ડ લોગો વેચાઈ ગયો, જાણો કેટલી લાગી બોલી

featured-img
ગુજરાત

VADODARA : મુખ્યમંત્રીએ વિકાસનાં કામોની યાદી મંગાવી, વિવાદથી બચવા તાકીદ

featured-img
સુરત

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, નવજાત બાળકની થઇ ચોરી

featured-img
ગુજરાત

Surat માં શેર બજારમાં રોકાણના નામે 75.93 લાખની ઠગાઈ, એકાઉન્ટન્ટના કર્મચારીની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગથી મોટું નુકશાન

Trending News

.

×