Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ : વરસાદ પડતા જ વાઈરલ ઇન્ફેકશનના કેસો વધ્યા, રોગ થતા અટકાવવા આ કરો ઉપાય

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી વધુ 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં...
અમદાવાદ   વરસાદ પડતા જ વાઈરલ ઇન્ફેકશનના કેસો વધ્યા  રોગ થતા અટકાવવા આ કરો ઉપાય

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી વધુ 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

Advertisement

તો બીજી બાજુ વરસાદની શરૂઆત થતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મેલેરિયાના રોજના ત્રણ કેસ નોંધાયા હતા, અલબત્ત, હવે માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં જ સપ્તાહમાં મેલેરિયાના 5 કેસ અને ડેન્ગ્યુનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે જો હાલની વાત કરીએ તો વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,208 થયા છે, જે અગાઉના સપ્તાહમાં 1,118 કેસ હતા. આમ 15 દિવસમાં 2,326 કેસ આવ્યા છે.

Advertisement

બાઈટ : ડોક્ટર ભાવિન સોલંકી, હેલ્થ ઓફિસર AMC

નાના બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે નિર્ણય તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શેક્ષણિક સંકુલમાં મચ્છરજન્ય રોગચાળા અંગે શાળાઓએ રિપોર્ટ સોંપવો પડશે. જે તે સંકુલના નોડલ અધિકારીઓ દ્વારા AMC ને સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાઓમાં કરવામાં આવેલી સફાઈ અને કામગીરીની તસવીરો મોકલવાની રહેશે ઉપરાંત ખુલ્લા મેદાન,પાણીની ટાંકી અને શૌચાલયમાં સવિશેષ કાળજી રાખવાની રહેશે.

Advertisement

ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ તેમજ ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટેના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વગેરે. આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.

અમદાવાદમાં ચોમાસું શરૂ થવા સાથે પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. તા. 26 જૂન સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના 607, કમળાના 107 અને ટાઈફોઈડના 238 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 42, ડેન્ગ્યૂના 11, ચિકનગુનિયાના 2 અને ફાલ્સીપારમનો 1 કેસ નોંધાયો છે. AMCના હેલ્થ વિભાગ દ્વારા QR કોડનો ઉપયોગ કરીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અને મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે AMCની 1,729 અને શૈક્ષણિક સંસ્થાઓની 966 પ્રિમાઈસીસનું ચેકિંગ કરાયું છે.

આ પણ વાંચો : અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે બંધ હોવાનો ખોટો મેસેજ વાયરલ..!

Tags :
Advertisement

.