Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો સમગ્ર અહેવાલ

AHMEDABAD : અમદાવાદ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે આ ધમકી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને આપવામાં આવી છે.  આ...
ahmedabad એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી  વાંચો સમગ્ર અહેવાલ

AHMEDABAD : અમદાવાદ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે આ ધમકી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને આપવામાં આવી છે.  આ ધમકી મળતાની સાથે જ તરત જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં હાલ આવી રહ્યું છે. પોલીસ હાલ તપાસ અર્થે બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદ લઈ રહ્યું છે. પોલીસ તપાસમાં હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

Advertisement

અમદાવાદ સહિત આ એરપોર્ટને પણ મળી ધમકી

AHMEDABAD AIRPORT

AHMEDABAD AIRPORT

અમદાવાદ એરપોર્ટની સાથે સાથે આ ધમકી ભર્યો મેલ ભારતના અન્ય શહેરના એરપોર્ટને પણ મોકલવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત ભોપાલ, દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનૌ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મુ, ઓરાંગબાદ, બાગડોગરા અને કાલિકટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અગાઈ ડીસેમ્બર 2023 માં પણ અમદાવાદ એરપોર્ટને આ રીતની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

પહેલા 70 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઈલ કરવામાં આવ્યો હતો

અમદાવાદમાં આ પહેલા લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા 70 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઈલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત પોલીસે તાત્કાલિત તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ધમકીભર્યા ઇમેઇલમાં પાકિસ્તાન કનેક્શન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યુ હતું. અહી ઉલ્લેખનીય છે કે , અમદાવાદની ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત 70 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

દિલ્હીમાં એરપોર્ટ અને હોસ્પિટલને મળી હતી ધમકી

 આજના દિવસમમાં આ પહેલા દિલ્હીના બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી હતી. તેટલું જ નહીં પરંતુ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Machchhu dam: 42 વર્ષમાં બાદ રીપેર કરવામાં આવશે મચ્છુ ડેમના દરવાજા, 34 ગામોમાં એલર્ટ જાહેર

Tags :
Advertisement

.