Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા

ઉસ્માનપુરા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ચાંદખેડા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ રાણીપ વિસ્તારમાં 5 ઇંચ વરસાદ બોડકદેવ વિસ્તારમાં 6 ઇંચ વરસાદ સાયન્સ સિટી વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ગોતા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ ચાંદલોડિયા વિસ્તારમાં 4 ઇંચ વરસાદ   જૂનાગઢને ઘમરોળ્યા બાદ...
અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા  વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા

ઉસ્માનપુરા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ
ચાંદખેડા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ
રાણીપ વિસ્તારમાં 5 ઇંચ વરસાદ
બોડકદેવ વિસ્તારમાં 6 ઇંચ વરસાદ
સાયન્સ સિટી વિસ્તારમાં 4 ઇંચ વરસાદ
ગોતા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ
ચાંદલોડિયા વિસ્તારમાં 4 ઇંચ વરસાદ

Advertisement

જૂનાગઢને ઘમરોળ્યા બાદ મેઘરાજા હવે અમદાવાદને ઘમરોળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. સમી સાંજે અમદાવાદના આકાશમાં ધનઘોર વાદળો ઉમટી આવ્યા હતા, અને ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ વિસ્તારમાં ખાબક્યો છે.  ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા  હતા .

Advertisement

 આનંદનગરનું ઔડા તળાવ ઓવરફ્લો

બીજી તરફ આનંદનગરનું ઔડા તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા આસપાસના ફ્લેટમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. બોપલ વિસ્તારમાં ફરી   ધોધમાર વરસાદ શરુ થયો છે. જેના કારણે બોપલ પોલીસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણીને કારણે સેંકડો વાહનો બંધ થયા છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણીમાં ગટરના પાણી મિક્સ થયા છે. સરસપુરમાં પણ અનેક ઘરોમાં પાણી ધૂસ્યા છે.

Advertisement

અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની બૂમરાણો ઉઠી છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા બાદ સ્થિતિ હજુ બેકાબૂ બનેલી છે. આવતીકાલ સવાર સુધી અમદાવાદમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ આપવામા આવ્યું છે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની અંબાલાલની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહીબાગ સહિતના અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે આજે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. જૂનાગઢ અને અમરેલી બેટમાં ફેરવાઇ ગયા છે ત્યાં જ જૂનાગઢમાં તો માલસામાનને ખુબ જ નુક્સાન પહોંચ્યું છે. ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો-અમદાવાદમાં ભારે વરસાદ, ચારે તરફ પાણી-પાણી, વાહનચાલકો પરેશાન

Tags :
Advertisement

.