Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhuj માં 20 મિનિટ ખાબકેલા વરસાદથી પાણી-પાણી, બસ સ્ટેશન રોડ પર ફરી પાણી ભરાયા

Bhuj Heavy Rains Update: ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ભારે વરસાદ (Rain) પડી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભુજ (Bhuj)માં પણ ધોરધાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. વિગતે વાત કરવામાં આવે તો,...
bhuj માં 20 મિનિટ ખાબકેલા વરસાદથી પાણી પાણી  બસ સ્ટેશન રોડ પર ફરી પાણી ભરાયા

Bhuj Heavy Rains Update: ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ભારે વરસાદ (Rain) પડી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભુજ (Bhuj)માં પણ ધોરધાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ભુજ (Bhuj)માં 20 મિનિટ ખાબકેલા વરસાદથી સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, અતિભારે વરસાદના કારણે બસ સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. નોંધનીય છે કે, વરસાદી પાણી ભરાતાની સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

માત્ર 20 મિનિટ આવેલા વરસાદથી સર્વત્ર પાણી ભરાયા

ઉલ્લેખનીય છે કે, ચોમાસાને પગલે નગરપાલિકા (municipality)ની પ્રિ-મોન્સૂન (Pre-monsoon ) કામગીરીની પોલ ખુલી છે. કારણે કે, માત્ર 20 મિનિટ આવેલા વરસાદથી સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. જો અહીં 2 કલાક સતત વરસાદ વરસે તે શું હાલત થાય? તેને અંદાજો લવાવી શકાય છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ વરસાદે તો તંત્રની નબળી કામગીરીની ચાડી ખાધી છે.

પાણીમાંથી પસાર થવા માટે વાહનચાલકો મજબૂર થયા

શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, પાણીમાંથી પસાર થવા માટે વાહનચાલકો મજબૂર થયા છે. આ સાથે સાથે પાણી ઘૂસી જવાથી અનેક વાહનો બંધ થયા હોવાની જાણકારી પણ સામે આવી છે. આમ તો અત્યારે રાજ્ય ભરમાં વરસાદ થઈ રહ્યો છે. આ સાથે સાથે રાજ્યના અનેક જિલ્લાઓના શહેરોમાં પાણી ભરાવવાના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં તો ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. જેના કારણે અહીં સામાન્ય લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad:ચોમાસું શરૂ થતા જ શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું, ઝાડા ઉલટીના 625 કેસ નોંધાયા

આ પણ વાંચો: Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

Tags :
Advertisement

.