Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Accident Case : આરોપી તથ્ય પટેલની DG એ કરી પૂછપરછ 

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટનાથી પોલીસ...
ahmedabad accident case   આરોપી તથ્ય પટેલની dg એ કરી પૂછપરછ 
અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે.  આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટનાથી પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને સમગ્ર ઘટના કઇ રીતે બની તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી છે ત્યારે રાજ્યના પોલીસ વડાએ આજે ખુદ આરોપી તથ્ય પટેલની ઉંડી પૂછપરછ કરી હતી.
તથ્યને પોલીસ કમિશનર કચેરી લવાયો
અકસ્માતની ઘટના બાદ ગુરુવારે સાંજે તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રખાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરાઇ હતી. દરમિયાન, શુક્રવારે સવારે 10 નિર્દોષ લોકોના જીવ લેનારા આરોપી તથ્ય પટેલને અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે લઇ જવાયો હતો.

Advertisement

ઉચ્ચ અધિકારીઓ હાજર
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તથા પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ તથા ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇ તથા એસીપી ક્રાઇમ સહિતના તપાસ ટીમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા અને આરોપી તથ્ય પટેલને પોલીસ કમિશનર કચેરી લવાયો હતો.
ડીજી વિકાસ સહાયે આરોપી તથ્ય પટેલની બંધબારણે 10થી 15 મિનીટ સુધી પૂછપરછ કરી
ડીજી વિકાસ સહાયે આરોપી તથ્ય પટેલની બંધબારણે 10થી 15 મિનીટ સુધી પૂછપરછ કરી હતી અને ઘટનાના મુળમાં જવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે એકલા તથ્ય પટેલની જ રાજ્ય પોલીસ વડાએ ઉંડી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા નિકળ્યા હતા.
બપોરે રિમાન્ડ મેળવવા માટે બંને આરોપીને પોલીસ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે
પૂછપરછ બાદ પોલીસની ટીમ તથ્ય પટેલને લઇને સરખેજ પોલીસ મથક તરફ જવા નિકળી હતી જ્યાં તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રાખવામાં આવ્યા છે. બંનેની ફરીથી ઉલટ તપાસ થશે અને ત્યારબાદ બપોરે રિમાન્ડ મેળવવા માટે બંને આરોપીને પોલીસ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Tags :
Advertisement

.