Sabarkantha: ઇડરમાં ACBની સફળ ટ્રેપ, બે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
Sabarkantha: ભ્રષ્ટાચાર અત્યારે ખુબ જ વધી રહ્યો છે, અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે લોકોના કામ કઢાવી આપવામાં માટે પૈસાની માંગણી કરતા હોય છે. જો કે, આ મામલે ACB સારી એવી કાર્યવાહી કરી રહીં છે. સાબરકાંઠાના ઇડરમાં ACBની ટ્રેપ સફળ બની છે. મળતી જાણકારી પ્રમાણે બે પોલીસે હેડ કોન્સ્ટેબર લાંચ લેતા ઝડપાયા છે. સાબરકાંઠાના ઇડરમાં ACBએ બે પોલીસ હેડ કોન્સ્ટેબલને ચાર લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ લોકોએ ફરિયાદી વિરૂદ્ધ ત્રણ અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. જાણકારી પ્રમાણે બંન્ને હેડ કોન્સ્ટેરબલે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
બે હેડ કોન્સ્ટેબલને ચાર લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા
નોંધનીય છે કે, એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ત્યાર બાદ સાબરકાંઠાના ઇડરમાં ACB દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી અને બંને કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેતા કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો પિયુષભાઇ રામજીભાઇ પટેલ (હેડ કોન્સટેબલ, જાદર પોલીસ સ્ટેશન તા.ઇડર)અને રમેશજી રાયચંદજી રાઠોડ (પોલીસ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન, તા.ઇડર)ને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે તારીખ 29/05/2024 ના રોજ આ ગુનો બન્યો હતો. જેમાં રૂપિયા 10,00,000/- ની લાંચ માંગવામાં આવી હતી અને 4,00,000/- ની લાંચ સ્વીકારવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ રામજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડ રૂા.૪,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption
— ACB Gujarat (@ACBGujarat) May 30, 2024
ફરિયાદી દ્વારા જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી
મળતી જાણકારી પ્રમાણે સાબરકાંઠાના ઇડરમાં ACB દ્વારા ઇડરથી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ગુનાની વાત કરવામાં આવે તો આ કામના ફરિયાદી દ્વારા જાદર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજી પરત ખેંચવા તેમજ ફરિયાદી વિરૂધ્ધ થયેલ ત્રણ અરજીઓનો નિકાલ કરવા માટે અને ફરિયાદીને હેરાન નહી કરવાના માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં આજે પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદીએ ACBનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ કરી હતી.
ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરતાં કરવામાં આવ્યું હતું
નોંધનીય છે કે, ફરિયાદીની ફરિયાદના આધારે 4,00,000/- સાથે રાખી આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં કરવામાં આવ્યું અને ACB દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ મળતાનું નક્કી થયું હતું ત્યા બન્ને આરોપીઓ સાથે ફરિયાદીએ હેતુલક્ષી વાત-ચીત કરી હતી. ત્યાર બાદ લાંચના નાણાંની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારી આરોપીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી જઈ, એકબીજાની મદદગારી કરી રાજ્યસેવક તરીકે અપરાધિક ગેરવર્તણૂક કરી ગુનો કર્યાની વિગતો સામે આવી હતી. આ ટ્રેપ ટ્રેપીંગ ઓફીસર, શ્રી જે.પી ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, સાબરકાંઠા એ.સી.બી. પો. સ્ટે.) અને સુપરવિઝન ઓફીસર શ્રી એ. કે. પરમાર (મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ.) દ્વારા ગોઠવવામાં આવી હતી.