આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીરૂપે તાલીમ શિબિર યોજાઈ
ક્ચ્છ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના વડા અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી તેમજ કમિશનર ઓફ સ્પોર્ટ્સ હર્ષદભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે...
ક્ચ્છ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના વડા અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી તેમજ કમિશનર ઓફ સ્પોર્ટ્સ હર્ષદભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે પ્રોટોકોલના અભ્યાસની યોગ મહાશિબિરનું આયોજન પોલીસ પરેન્ડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધારે યોગ સાધકો જોડાયા હતા.
આ યોગ શિબિર મુખ્ય મહેમાન તરીકે આઇપીએસ ASP ભુજ શ્રી વલય વૈદ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેની સાથે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરીએ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. ડીવાયએસપી શ્રી એ.પી.ચૌહાણ, ડીવાયએસપી શ્રી પાર્થ ચોવટીયા તેમજ પોલીસ હેડ ક્વાટરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાતડા, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ.પવનભાઈ મકરાણી અને ભુજ સમર્પણ આશ્રમના આચાર્ય કાજલબેન છાયાએ પણ યોગા શિબિરમાં જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એકાઉન્ટ ઓફિસર શ્રી ઠુમર અને તેમની ટીમ પણ સહભાગી થઈ હતી.
પોલીસ ગ્રાઉન્ડમાં કચ્છ ઝોન કો-ઓર્ડીનેટર વિજયકુમાર શેઠ (સુખડિયા)દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થનાથી પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામથી પધારેલા યોગકોચ પૂજાબેન લાલવાણી દ્વારા આસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. હિતેશભાઈ કપૂર દ્વારા પ્રાણાયામ તેમજ યોગ કોચ જનાર્દનભાઈ પાટણકર દ્વારા ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. યોગ કોચ વિરલભાઈ હડિયા (અંજાર), નિર્મલા બેન લીંબાણી(નખત્રાણા), દેવેન્દ્ર ભાઈ ઠક્કર(ગાંધીધામ), ગીતાબેન ઠક્કર(આદિપુર) દ્વારા સંકલ્પ લઇ શાંતિ પાઠ કરાવી પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સિનિયર યોગ કોચ તેમજ જિલ્લા કો-ઓર્ડીનેટર ભૂપતભાઈ સોઢા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
યોગ શિબિર પૂર્ણ થયા બાદ એક પદયાત્રા રૂપી યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સરપટ નાકાથી આશાપુરા મંદિર થઈ જૂનું સ્વામિનારાયણ મંદિર ઉપલી પાડથી મહાદેવ નાકા પાસે હમીસર તળાવથી પાછા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની યોગ રેલી યોજવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે યોગ વિશે લોકોને જાગૃત કરી અને 21 જૂનના વધારેથી વધારે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જોડાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
અહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ
આપણ વાંચો -
Advertisement