સગર્ભાને સાપે દંશ માર્યો, ડોક્ટરોએ 6 કલાકની સારવાર આપી માતા-બાળકને બન્નેને બચાવ્યા, વાંચો રસપ્રદ અહેવાલ
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ મુકામે એક રબારી પરિવારની સગર્ભા મહિલા ઘરમાં સુતી હતી તે દરમિયાન કોબ્રાએ ડંસ માર્યો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે સગર્ભા મહિલાને કોબ્રાએ ડંખ મારતાં પરિવારજનો તાત્કાલિક અંજલિ હોસ્પિટલ બાદ બેભાન હોવાને લીધે 108 ઈમરજન્સી સેવા મારફતે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈમરજન્સીમાં સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે મહિલાને વેન્ટીલેટર પર રાખીને છ કલાક બાદ ટીમે સગર્ભા મહિલાની નોર્મલ ડીલીવરી કરાવી હતી. સગર્ભા માતા અને બાળકને બચાવી માતા અને બાળકને નવજીવન બક્ષ્યું હતું છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ હાલમાં માતા અને બાળક બંનેની તબિયત પણ સ્વસ્થ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાથના પંજાની પાછળ દંશ
સાબરકાંઠા જિલ્લાના તલોદના રણાસણમાં રહેતા સાંગાભાઈ રબારીની પત્ની ગર્ભવતી હતા. 16 ઓગસ્ટના રોજ સવારે ઘરમાં સૂઈ રહેલા જશુબેનને કોબ્રા સાપે ડાબા હાથના પંજાની પાછળ ડંખ માર્યો હતો. જેને લઈને પરિવારજનો તાત્કાલિક સગર્ભા જશુબેનને અંજલિ હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ જશુબેન બેભાન હોવાને લઈને આગળ ખસેડવાની સલાહ આપતા 108 ઈમરજન્સી સેવા મારફતે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગ દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી.
શું કહ્યું હોસ્પિટલ તંત્રએ?
આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પીટલના RMO ડૉ એન.એમ.શાહે જણાવ્યું હતું કે, કોબ્રા સાપના ડંસને લઈને બેભાન સગર્ભા મહિલા અને નવમો માસ હોવાને લઈને સિવિલના ડૉ.મનીષા પંચાલ, ડૉ.અરુણ મકવાણા, ડો.અનિલ ચૌહાણ, ડો.ભરત ભટ્ટ, ડૉ.ઋણુ ઘોષ અને ડૉ.શિલ્પા નીનામાની ટીમે સગર્ભા મહિલાની સારવાર શરૂ કરી હતી. મહિલાને વેન્ટીલેટર પર મુકીને દવાઓ શરૂ કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી સારવાર શરૂ કરી હતી. ટીમને છ કલાક બાદ બપોરે બે વાગે સફળતા મળી હતી
વેન્ટીલેટર પર નોર્મલ ડીલીવરી
સગર્ભા મહિલાની સફળતા પૂર્વક ડીલીવરી કરાવ્યાં બાદ 24 કલાકે વેન્ટીલેટર હટાવી લીધાં બાદ બાળકને NICUમાં રાખવામાં આવ્યું છે. હાલમાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે અને આવતીકાલે રજા પણ આપવામાં આવશે. તો જશુબેનના પરિવારે પણ તબીબની ટીમનો આભાર માન્યો હતો. બીજી તરફ સગર્ભા મહિલા સહિત બાળકને નવજીવન મળતા પરિવારજનોને જેટલી ખુશી હતી તેના કરતા વધારે તબીબોની ટીમને પણ મહેનતનું ફળ મળતા વધુ ખુશી હતી.
આ પણ વાંચો : નગરજનોની વેદના તંત્ર કયારે ધ્યાને લેશે, હાથમતી નદીમાં ગંદકીનું સામ્રાજય, વાંચો અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.