Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કુલિંગ વોટરના કારખાનાની આડમાં ચાલતું દારૂનું કારખાનું ઝડપાયું

સુરતના ઓલપાડમાં બુટલેગરોનો નવો કીમિયો બહાર આવ્યો છે. અહી બુટલેગરો દ્બારા કેમિકલ ડ્રમમાં લુઝ પેકિંગમાં દારૂ લાવવામાં આવતો હતો અને બાદમાં તે હલકી કક્ષાના દારૂને ઉચી બ્રાંડની બોટલોમાં રિફલીંગ કરવામાં આવતું હતું. દરમ્યાન દરોડો પાડી દારૂની બોટલો, સ્ટીકર, બુચ, લુઝ...
surat   કુલિંગ વોટરના કારખાનાની આડમાં ચાલતું દારૂનું કારખાનું ઝડપાયું

સુરતના ઓલપાડમાં બુટલેગરોનો નવો કીમિયો બહાર આવ્યો છે. અહી બુટલેગરો દ્બારા કેમિકલ ડ્રમમાં લુઝ પેકિંગમાં દારૂ લાવવામાં આવતો હતો અને બાદમાં તે હલકી કક્ષાના દારૂને ઉચી બ્રાંડની બોટલોમાં રિફલીંગ કરવામાં આવતું હતું. દરમ્યાન દરોડો પાડી દારૂની બોટલો, સ્ટીકર, બુચ, લુઝ પેકિંગમાં રહેલો દારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

Advertisement

કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું કારખાનું

મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા ગણેશ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું કારખાનું ધમધમતું હતું. પોલીસ દ્વાર અહી દરોડા પાડવામાં આવ્યા હતા. અહી બુટલેગરો દ્વાર નવો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. કોઈને શક ન જાય તે માટે અહી કેમિકલ ડ્રમમાં લુઝ પેકિંગમાં બહારથી દારૂ લાવવામાં આવતો હતો તેમજ હલકી કક્ષાના દારૂને ઉચી બ્રાંડની બોટલોમાં રિફલીંગ કરવામાં આવતું હતું. પોલીસે અહી દરોડો પાડી દારૂ ની બોટલો, સ્ટીકર, બૂચ, લુઝ પેકીંગ દારૂ, બેરલો સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

ઈંગ્લીશ દારૂની બોટલનું રિફિલિંગ થતું

Advertisement

બનાવ અંગે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ જે.જી.મોડએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઓલપાડથી સાયણ જતા રોડ પર ગણેશ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક અવાવરું જગ્યાએ આવેલા એક પ્લોટમાં કુલર વોટરની આડમાં એક રૂમમાં ઈગ્લીશ દારૂની બોટલો રિફલીંગ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવ્યું છે.

પોલીસ તપાસ શરૂ

અહીંથી અન્ય પ્લાસ્ટિકના પેકિંગમાં ઈંગ્લીશ દારૂ જેવું લાલ કલરનું પ્રવાહી પણ મળી આવ્યું છે. જે ખરેખર બનાવટી દારૂ છે કે પછી અહી રિફલીંગ કરીને બોટલમાં ભરવામાં આવતો હતો. આ અંગેના નમુના લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. અહી દારૂ બનાવવામાં આવતો હતો કે રિફલીંગ થતો હતો તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર FASTAG થી કાર પાર્કિંગની સુવિધા લોન્ચ કરાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.