Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી, મે મહિનામાં 19 અંગદાનથી 58 લોકોને નવજીવન મળ્યું

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં એટલે કે મે મહિનામાં અંગદાન (Organ donation ) ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં  મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું...
અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી  મે મહિનામાં 19 અંગદાનથી 58 લોકોને નવજીવન મળ્યું

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં એટલે કે મે મહિનામાં અંગદાન (Organ donation ) ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં  મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું છે. મે મહિનામાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ અંગદાન થયું છે.જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.

Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યા છે

અહેવાલ -સંજય જોશી ,અમદાવાદ 

આપણ વાંચો-ગુજરાતની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય 

Tags :
Advertisement

.