Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલના હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત

પંચમહાલના હાલોલ GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. GIDC ની દિવાલ ધરાશયી થતાં 4 બાળકોના મોત થયાં છે જ્યારે 2 મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશથી હાલોલ ખાતે કામ કરવા આવ્યા હતા....
પંચમહાલના હાલોલ gidcમાં દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત

પંચમહાલના હાલોલ GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. GIDC ની દિવાલ ધરાશયી થતાં 4 બાળકોના મોત થયાં છે જ્યારે 2 મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશથી હાલોલ ખાતે કામ કરવા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખસેડાયા છે.

Advertisement

બાળકોનો પરિવાર દિવલાની અડીને ઝુંપડું બાંધીને રહેતા હતા અને દુર્ઘટના સર્જાઈ ત્યારે તેનો પરિવાર ઝુંપડામાં જ હતો. 4 મૃતક બાળકોમાં ત્રણ સગા ભાઈ બહેન હતા. ગોઝારી ઘટના માં કુલ 4 લોકો ઇજાગ્રત થયા છે જ્યારે 4 બાળકોના મોત નિપજ્યા છે.

મૃતક બાળકો

Advertisement

  • અભિષેક અંબારામ ભુરીયા
  • ગુનગુન અંબારામ ભુરીયા
  • મુસ્કાન અંબારામ ભુરીયા
  • ચિરીરામ જીતેન્દ્રભાઈ ડામોર

ઈજાગ્રસ્ત

  • પાર્વતીબેન અંબારામ
  • આલીયા જીતેન્દ્રભાઈ
  • મીત જીતેન્દ્રભાઈ ડામોર
  • હીરા જીતેન્દ્રભાઈ ડામોર

દુર્ઘટનામાં તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખસેડાયા હતા જ્યાંથી તેમને વડોદરા રિફર કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, હાલ પંચમહાલ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી મહોલ છવાયેલો છે. સાર્વત્રિક વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયેલા છે અને આગામી દિવસોમાં હજુ વરસાદ પડવાની શક્યતા છે.

Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદના કારણે 19 રસ્તા બંધ કરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.