Rajkot : શરદ પૂનમે PM મોદી લિખિત ગરબા પર સર્જાશે 3 વિશ્વ રેકોર્ડ
PM મોદી લિખિત ગરબા પર સર્જાશે 3 વિશ્વ રેકોર્ડ
રાજકોટમાં 'માડી' ગરબાને લઈ ભાજપ દ્વારા તૈયારી
રેસકોર્સ મેદાનમાં શરદ પૂનમે 1 લાખ લોકો ઝૂમશે
સિંગર પાર્થિવ ગોહિલ ગરબામાં ખેલૈયાઓને ઝુમાવશે
સી.આર.પાટીલ, હર્ષભાઈ સંઘવી રહેશે ઉપસ્થિત
ડ્રગ્સ મુક્ત રાજકોટના અભિયાન સાથે 'માડી' ગરબા
20થી વધુ સેલ્ફી પોઈન્ટ, 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય
500થી વધુ સ્વંયસેવક ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે શરદપૂનમની રાત્રે વિશ્વ વિક્રમ નોંધાવવા જઈ રહ્યો છે. વિશ્વ વિક્રમ નોંધાવવા બાબતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાન લિખિત "માડી ગરબા" પર વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારીઓ શહેર ભાજપ સંગઠન, જિલ્લા ભાજપ સંગઠન તેમજ ઇનક્રીડેબલ ગ્રુપ તેમજ સ્વ નિર્ભર શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. સિંગર પાર્થિવ ગોહિલ ગરબામાં ખેલૈયાઓને ઝુમાવશે. કાર્યક્રમમાં સી.આર.પાટીલ, હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. ડ્રગ્સ મુક્ત રાજકોટના અભિયાન સાથે 'માડી' ગરબા યોજાવા જઇ રહ્યા છે.
તૈયારીઓની સમિક્ષા
આવતીકાલે શનિવારે રાત્રે સાત વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી 1 લાખ જેટલા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.આજરોજ આયોજન કમિટી દ્વારા પાર્કિંગ, પોલીસ બંદોબસ્ત તેમજ મેડિકલ ઈમરજન્સી સેવા સહિતને લઈ સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જે કાર્યક્રમ યોજવાનો છે તે કાર્યક્રમને લઈ રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.
એક સાથે 1 લાખ ખેલૈયા ગરબે ઘુમશે
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરવામાં આવશે. ત્રણેય સંસ્થાઓના પ્રતિનિધિ રાજકોટ ખાતે આવી પહોંચશે. અત્યારસુધીમાં એક સાથે 60 હજાર જેટલા વ્યક્તિઓ ગરબા રમ્યા હોય તે પ્રકારનો વિક્રમ વડોદરામાં નોંધાયો છે. પરંતુ હવે રાજકોટ ખાતે એક લાખ જેટલા વ્યક્તિઓ એક સાથે ગરબે રમશે તે પ્રકારનો વિશ્વ વિક્રમ નોંધાશે. સ્થળ પર જ 30 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમ, 10 જેટલી એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગરબાના સ્થળે કલાત્મક સ્ટેજ તેમજ અલ્ટ્રા મોડલ સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે આકર્ષક સેલ્ફી પોઇન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પાંચ લાખ સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડમાં એક લાખથી પણ વધુ લોકો એક સાથે રમી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કઈ કઈ જગ્યાએ પાર્કિંગ કરી શકાશે?
એરપોર્ટ રોડ
રેસકોર્સ રીંગ રોડ
બાલભવન પાસે
પોલીસ હેડ ક્વાર્ટર પાસે
બહુમાળી ભવન પાસે
ચૌધરી ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે
આ પણ વાંચો----ACBને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી ?